તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુભાનપુરા અને વાડીનાં બે મકાનોમાંથી ~2 લાખની ચોરી

સુભાનપુરા અને વાડીનાં બે મકાનોમાંથી ~2 લાખની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસુભાનપુરા અને વાડી રણમુક્તેશ્વર સ્થિત બે બંધ મકાનમાંથી ~2.37 લાખની મતાની ચોરી કરી હતી.

સુભાનપુરાની હીરાપન્ના સોસાયટીમાં રહેતા હિમાંશુ વસી ગત 4 ઓક્ટોબરે સાંજે 5:30 કલાકે ખેતીકામ માટે નવસારી ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી કુલ ~1.98 લાખની મતાની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.

પ્રતાપનગરના અક્ષર ફ્લેટમાં રહેતા અશોક ચંદુભાઇ સુથાર ગત 4 ઓક્ટોબરે રાત્રે આણંદ સ્થિત સંબંધીના ઘરે ગયા હતા. તેમના બંધ ઘરમાં તસ્કરે તિજોરીનું લોક તોડી 13 ગ્રામ સોનાના દાગીના અને 250 ગ્રામ ચાંદીનો સેટ મળી કુલ રૂા. 39,000ની ચોરી કરી ભાગી ગયા હતા. વાડી પીએસઆઇ એસ.એમ. ઇસરાનીએ ચોરીનો ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.