• Gujarati News
  • દરજીપુરાઆર.ટી.ઓ.માં શનિવારથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરાઈ

દરજીપુરાઆર.ટી.ઓ.માં શનિવારથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરજીપુરાઆર.ટી.ઓ.માં શનિવારથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ સવારના પ્રથમ દોઢ કલાક સુધી કચેરીનું સર્વર ઠપ થતાં અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. દિવસ દરમ્યાન માત્ર 45 કાચાં લાઇસન્સ ઇશ્યૂ થયાં હતાં.

દરજીપુરા ખાતે નવી આર.ટી.ઓ. શરૂ કરાઇ છે. વારસિયા કચેરીથી દરજીપુરા ખાતે નવી બંધાયેલી આર.ટી.ઓ. કચેરીમાં સામાનની શિફ્ટિંગની કામગીરી પૂરી થયા બાદ શનિવારે રાબેતા મુજબ કચેરી શરૂ થઈ ગઈ હતી. નવી આર.ટી.ઓ. ખાતે કમ્પ્યૂટરાઇઝ્ડ ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ દ્વારા લાઇસન્સ આપવાની કામગીરી શરૂ કરાશે. હાલમાં કચેરીમાં માત્ર કાચાં અને પાકાં લાઇસન્સ આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જોકે, પ્રથમ દિવસે સર્વર ઠપ થઈ જતાં લાઇસન્સ માટે આવતાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંગે વાત કરતાં ઇન્ચાર્જ આર.ટી.ઓ. અધિકારી ડી.એમ. રાવે જણાવ્યું હતું કે, દોઢ કલાક સુધી સર્વર ઠપ રહેતાં કામગીરીમાં થોડો વિક્ષેપ ઊભો થયો હતો. જોકે, ત્યારબાદ રિપેરિંગ થતાં પુન: કામગીરી શરૂ થઈ હતી.

દરજીપુરા RTOમાં પ્રથમ િદવસે સર્વર દોઢ કલાક ઠપ

માત્ર 45 લાઇસન્સ ઇશ્યૂ થયાં