• Gujarati News
  • VMSS દ્વારા 165 કિલો કેરીનો રસ અને 530 કિલો બરફનો નાશ

VMSS દ્વારા 165 કિલો કેરીનો રસ અને 530 કિલો બરફનો નાશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનીકાળઝાળ ગરમીમાં રોગચાળો ના ફેલાય તે માટે ફૂડ વિભાગની દરોડા ઝુંબેશમાં જુદા જુદા વિસ્તારમાંથી કલરના ઉપયોગવાળા 165 કિલો કેરીનો રસ તેમજ કલોરીન વગરનો 530 કિલો બરફનો નાશ કરવામાં આવ્યો હતો.

અગમચેતીરૂપે તેમજ રોગચાળો ફેલાતો અટકાવવા માટે મ્યુ.સૂચનાથી સેવાસદનના અધિક આરોગ્ય અમલદાર એવા ફૂડવિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યે ખાણીપીણીના વેપારીઓને ત્યાં દરોડા ઝુંબેશ ઉપાડી છે.

ઝુંબેશના ભાગરૂપે કેરીના રસ અને શેરડીના કોલા પર ચેકિંગ કરવા માટે ફૂડ સેફટી ઓફિસર્સની બે ટીમે વિવિધ વિસ્તારમાં સપાટો બોલાવીને કેરીના રસના 26 તંબુ અને શેરડીનાં 25 કોલાં પર દરોડા પાડ્યા હતા.આથી સિવાય, છાશનું વિતરણ કરતા બે ટેમ્પામાં પણ ચકાસણી કરવામાં આવી હતી.

ખાસ કરીને કેરીના રસના તંબુમાં કેરીના રસમાં કલરનો ઉપયોગ થતો હોવાનો વધુ એક વખત ભાંડો ફૂટ્યો હતો. જેથી, 165 કિલો કેરીનો રસ,70 કિલો કલરવાળી ચાસણી,70 કિલો બગડેલી કેરી, કલોરીન વગરનો 530 કિલો બરફ તેમજ કેરીના રસમાં નાખવા માટેના 600 ગ્રામ કલરનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ િવભાગની ટીમે કેરીના રસને ઢોળી દઇ તેનો નાશ કર્યો હતો.