• Gujarati News
  • યુનિ.માં હવે P.hd માટેની પ્રવેશ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાશે

યુનિ.માં હવે P.hd માટેની પ્રવેશ પરીક્ષા વર્ષમાં બે વખત યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીએપી.એચડી અને રિસર્ચને વેગ મળે તેમજ વધુમાં વધુ લોકો રિસર્ચ કરીને પીએચડીની ડિગ્રી મેળવતાં થાય તે માટે પરીક્ષાના નિયમો અને પધ્ધિતમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નવી પરીક્ષા પધ્ધિત મુજબ પીએચડીની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે અને પરીક્ષાનું પ્રશ્નપત્ર મલ્ટીપર્લ ચોઇસ ક્વેશ્વન (એમસીક્યુ) પ્રકારના હશે.

પીએચડી-રિસર્ચના સ્તર તથા સંખ્યા વધારવા માટે યુનિ.ના સત્તાધીશોએ યુજીસીની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને પી.એચ.ડી માટેની પરીક્ષા પધ્ધતિ અને નિયમોમાં ફેરફારો કર્યા છે. હવે નવા નિયમ મુજબ સપ્ટેમ્બર અને માર્ચ એમ બે વખત પી.એચ.ડી વિષયની પરીક્ષા લેવાશે. હવે 200 માર્ક્સની પરીક્ષાને બદલે 125 માર્ક્સની પરીક્ષા લેવાશે. જૂના નિયમ પ્રમાણે યુનિ. તંત્ર દ્વારા વર્ષમાં એક વાર પી.એચ.ડીની પરીક્ષા લેવાતી હતી અને 200 માર્ક્સના બે અલગ પેપરોની પરીક્ષા લેવાતી હતી. પી.એચડીના યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. અમિત ધોળકીયાએ જણાવ્યું હતું કે, પીએચડી-રિસર્ચને વેગ આપવા માટે નિયમોમાં સરળીકરણ કરવામાં આવ્યું છે. પીએચડી કરનાર વ્યકિત 3 વર્ષમાં પોતાનું પીએચડી પૂર્ણ કરવાનું રહેશે, તે બાદ તેમને સર્ટીફીકેટ અપાશે.