• Gujarati News
  • દંપતી વચ્ચેની તિરાડ માટે સોશિયલ મીડિયા પણ જવાબદાર

દંપતી વચ્ચેની તિરાડ માટે સોશિયલ મીડિયા પણ જવાબદાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટરફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ‘મેરેજ એન્ડ ડિવોર્સ ઇન ગ્લોબલાઇઝ્ડ એર: શિફ્ટિંગ કોન્સેપ્ટસ એન્ડ ચેન્જિંગ પ્રેક્ટિસિસ ઇન ઇન્ડિયા’ વિષય પર બે દિવસના નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનારના પ્રથમ દિવસે એનઆરઆઇ મેરેજના ઇશ્યુઝ વિષય પર દેશના ફેમિલિ લોની પ્રેક્ટિસ કરી રહેલાં દેશનાં જાણીતા લોયર મૃણાલિની દેશમુખ ઉપસ્થતિ રહ્યાં હતાં. તેમણે દંપતીઓ વચ્ચે વધતી તિરાડ અને છૂટાછેડા માટે સોિશયલ મિડીયાને પણ જવાબદાર ગણાવ્યું હતું.

સેલિબ્રિટીસથી લઇને એનઆરઆઇના ડિવોર્સ કેસીસ લડનાર મૃણાલિની દેશમુખે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં ડિવોર્સ, ડોમેસ્ટિક વાયોલન્સ, એનઆરઇ મેરેજ અને ઇશ્યુઝ, તેમજ સેલિબ્રિટીસના ડિવોર્સ અંગે ચર્ચા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે ‘ટેકનોલોજીના વ્યાપના એરિયામાં ડિવોર્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને તેનું એક મોટું કારણ સોશિયલ મીડિયા પણ છે. સોશિયલ મીડિયા દ્વારા વ્યક્તિ આસાનીથી બીજી વ્યક્તિ સાથે કનેકટ થઇ જાય છે અને તેના લીધે વર્ષો જૂના સંબંધો ફરીથી સ્થપાય છે. જૂના સંબંધો રિકનેકટ થવાની સાથે સાથે વ્યક્તિ બીજી વ્યક્તિઓના સંપર્કમાં પણ આવે છે. સોશિયલ મીડિયા ઘણા કેસીસમાં કારણ તરીકે ઉભરી આવ્યું છે.

સોશિયલ મીડિયાથી સર્જાતા એકસટ્રા મેરિટલ અફેર્સ પણ ડિવોર્સનું કારણ બનતા હોય છે. શહેરી વિસ્તારોમાં થતા ડિવોર્સમાં વર્કિંગ કપલ્સની સંખ્યામાં વધારો થયો છે. બેંગલુરુ, પુણે, જેવાં અર્બન શહેરો જેમાં ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતાં કપલ્સમાં ડિવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે. સંયુક્ત પરિવારની પ્રથા ઘટતી જતી હોવાથી શહેરી વિસ્તારોમાં વિભક્ત પરિવારો વસતા હોય છે જેના લીધે જલ્દીથી જતું કરવાની ભાવના કેળવાતી નથી.

એડવોકેટ મૃણાલિની દેશમુખ

અધિકાર અને કાયદાની સમજ વધી છે

એડવોકેટદેશમુખેવધુમાં જણાવ્યું હતું કે ‘ડિવોર્સ થવાનાં કારણોમાં એક કારણ લોકોના નોલેજમાં વધારો થવું પણ છે. ખાસ કરીને કાયદાનો સરળતાથી ઉપયોગ થઇ શકે છે લોકો પોતાના રાઇટ્સનો ઉપયોગ કરવા માગે છે અને તેના કારણે પણ ક્યારેક ડિવોર્સ સર્જાતા હોય છે.

સેલિબ્રિટિસના ડિવોર્સનાં કારણો સામાન્ય

સાંપ્રત પ્રવાહ

એડવોકેટ મૃણાલિનીદેશમુખ દેશની જાણીતી સેલિબ્રિટિસના ડિવોર્સ કેસ લડી ચૂક્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય માણસની જેમ સેલિબ્રિટિસના કેસમાં પણ ડિવોર્સ થવાનાં કારણો અસામાન્ય નથી હોતાં. પ્રોબ્લેમ્સ સરખા હોય છે પરંતુ તેનું સ્કેલ મોટું થઇ જાય છે. કો સ્ટાર સાથે વધારે સબંધો કેળવાવા, એકસ્ટ્રા મેરિટલ અફેર જવાબદાર હોય છે.