• Gujarati News
  • મતદાર પાસે આધાર કાર્ડ હોય તો અન્ય દસ્તાવેજો રજૂ કરી શકશે

મતદાર પાસે આધાર કાર્ડ હોય તો અન્ય દસ્તાવેજો રજૂ કરી શકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદારયાદીઓમાં રહેલી ક્ષતિઓ સુધારવા 2276 મતદાન મથકો ખાતે તા.12 એપ્રિલે વિશેષ કેમ્પ યોજાશે. કેમ્પ દરમિયાન મતદારોના આધાર કાર્ડ નંબર મતદારોના ચૂંટણી કાર્ડના ડેટા સાથે સાંકળી લેવામાં આવનાર છે. પરંતુ આધાર કાર્ડ નથી તેવા મતદારો અન્ય દસ્તાવેજ રજૂ કરશે તો ચૂંટણી કાર્ડનો ડેટા તેની સાથે સાંકળી લેવાશે.

મતદાર યાદી શુદ્ધતા અને અધિકૃતતા કાર્યક્રમ હેઠળ તા.12 એપ્રિલે વિશેષ કેમ્પ યોજાશે. કલેકટર-જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, મતદાર ફોટો આધાર કાર્ડના ડેટા સાથે આધાર કાર્ડના ડેટાને અધિકૃત રીતે સાંકળવાની છે. જે મતદારોએ આધાર કાર્ડ કઢાવ્યાં નથી, જેમની પાસે આધાર કાર્ડ કઢાવવા છતાં ઉપલબ્ધ નથી તેવા કિસ્સાઓમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એન.પી.આર.નંબર અથવા રાષ્ટ્રીયકૃત બેંક ખાતાની પાસબુક જેવા કોઇપણ એક દસ્તાવેજ સાથે સાંકળી લેવાશે. ખાસ કેમ્પની કાર્યવાહી બાદ બી.એલ.ઓ. દ્વારા તા.16 એપ્રિલથી તા.15 જૂન સુધી બી.એલ.ઓ. દ્વારા મતદારના ઘરની મુલાકાત લેવામાં આવશે. બી.એલ.ઓ. રજિસ્ટરની વિગતોની મતદાર પાસેથી ચકાસણી કરશે.