• Gujarati News
  • લ મીચંદના ડાયરેકટર સી.એમ. શાહના આગોતરા જામીન ફગાવતી ઇન્દોર કોટર્

લ મીચંદના ડાયરેકટર સી.એમ. શાહના આગોતરા જામીન ફગાવતી ઇન્દોર કોટર્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લ મીચંદ ભગાજી લિ.ના ડાયરેકટર સી.એમ.શાહે કરેલી આગોતરા જામીન અરજી ઇન્દોરની અદાલતે ફગાવી દીધી છે. લ મીચંદ ભગાજીમાં દેશભરનાં ગ્રાહકોની ૧૬૦ કરોડથી વધુ રકમનાં નાણાં ફસાયેલાં છે અને પરત આપવા માટે લ મીચંદ ભગાજી મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રયાસો ચાલી રાા છે ત્યારે બુધવારે ઇન્દોરની અદાલતે આ હુકમ કર્યો હોવાનું કમિટીના સીએ પરાગ મહેતાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કમિટી હવે સુપ્રીમ કોટર્માં પણ કેવિયેટ દાખલ કરશે.
૨૫ વર્ષ પહેલાં લ મીચંદ ભગાજી લિમિટેડના ડાયરેકટરો એચ.કે.શાહ અને સી.એમ.શાહ અને સુરેશ શાહ દેશભરનાં ૪૧ હજાર થાપણદારોનીં ૧૬૦ કરોડની રકમ લઇને વિદેશ ફરાર થઇ ગયા હતા. હજુ પણ આ થાપણદારોનાં નાણાં પરત મળ્યાં નથી. આ મામલે મુંબઇ હાઇકોટર્ દ્વારા લ મીચંદ ભગાજી મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી હતી જેના દ્વારા થાપણદારોનાં નાણાં પરત મળે તેવા પ્રયાસો કરવામાં આવી રાા છે. લ મીચંદના ડાયરેકટર સી.એમ.શાહની પાંચ માસ પહેલાં મુંબઇ એરપોટર્ પરથી ધરપકડ કરાઇ હતી.
સી.એમ.શાહ સામે ઇન્દોરનાં ૧૫૦ જેટલાં થાપણદારોએ પણ ઇન્દોરની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સી.એમ.શાહે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી જેની લાંબા સમયથી ઇન્દોરની અદાલતમાં સુનાવણી ચાલી રહી હતી.
કમિટીના સભ્ય પરાગ મહેતાએ જણાવ્યું કે બુધવારે યોજાયેલી સુનાવણીમાં ઇન્દોર અદાલતે સી.એમ.શાહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી અને ચાર સપ્તાહમાં અદાલતમાં હાજર થવા જણાવ્ય્ુાું હતું. તેમણે ઉમેર્યું હતું કે કમિટી દ્વારા હવે સુપ્રીમ કોટર્માં પણ કેવિયેટ દાખલ કરાશે .