• Gujarati News
  • આજે બે ફીડરમાં વીજકાપ રહેશે

આજે બે ફીડરમાં વીજકાપ રહેશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે બે ફીડરમાં વીજકાપ રહેશે
વડોદરા શુક્રવારે તા.૨૨ ઓગસ્ટે વડોદરા શહેરના વાસણા રોડ ફીડર અને લાલબાગ ફીડર ખાતે મેન્ટેનન્સની કામગીરી કરાશે. મેન્ટેનન્સની કામગીરીને કારણે વાસણા રોડ ફીડરના વિસ્તારોમાં સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી વીજકાપ રહેશે. જયારે લાલબાગ ફીડરના વિસ્તારોમાં સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી વીજકાપ રહેશે.
બાઇકની ટક્કરે આધેડનું મોત
વડોદરા જામ્બુઆ ખાતેના નુર્મના મકાનમાં રહેતા ૪૦ વર્ષીય શંકરભાઈ શ્યામરાવ આહિરે મકરપુરા આર્મી કેમ્પમાં રહેતા જવાનોના ઘરે કામ કરતા હતા. ૧૭ ઓગસ્ટે સવારે તેઓ સાઇકલ લઈને કામ પર જતા હતા. ત્યારે બાઇકચાલકે તેમને અડફેટે લઈ લેતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મોત થયું હતું.
ટ્રેનના એન્જિનમાં ફસાતાં મોરનું મોત
વડોદરા ગુરુવારે બપોરે દોઢ વાગે મુંબઇ-જમ્મુતાવી એકસપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા બાદ ટ્રેનના એન્જિનની શન્ટિગની કામગીરી કરતી વખતે ટ્રેનના ડ્રાઇવરે કેટલ ગાર્ડમાં રાષ્ટિ્રય પ ાી મોર ફસાયો હોવાનું જોયું હતું. આથી તેણે કેટલ ગાર્ડમાંથી મોરને બહાર કાઢયો હતો પણ મોરનું મોત થયું હતું. વન વિભાગ દ્વારા મોરના મૃતદેહનું પી.એમ કરાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી.
લ મીપુરા પાસેના તળાવને જોખમ
વડોદરા લ મીપુરા પાસેનુ વર્ષોજૂનુ તળાવ પૂરવાની કામગીરી ચાલી રહી હોવાનો આ ોપ કાઉન્સિલર ચિન્નામ ગાંધીએ કર્યોછે. આ મામલે તેમણે મ્યુ.કમિશનરને લેખિતમાં જણાવ્યું હતું કે, કોઇપણ વોટરબોડીને પૂરી કે બંધ કરી શકાય નહીં તેવુ ઠરાવેલુ છે ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક સરવે કરીને વોટર બોડીને પૂરવાની કોશિષ કરનારા સસામે ફોજદારી રાહે પગલા લેવા જોઇએ .
રસ્તાનું પેચવર્ક-તળાવોની સફાઇ કરો
વડોદરા શુક્રવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રાો છે ત્યારે શ્રીજી પ્રતિમાને જે રૂટ પરથી લાવવા-લઇ જવાના હોય તે રૂટના રસ્તા પર ખાડા પડેલા છે. જેથી નાગરિકોની આસ્થા અને ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે ખાડા પૂરવા અને પેચવર્કની કામગીરી કરાવવા માટે વિપ ાી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુ.કમિશનરને રજૂઆત કરી હતી.તદુપરાંત તળાવોમાં સાફ સફાઇ કરાવવા માંગ કરી હતી.
ન્યૂઝ ઈન બોકસ
અંદરના પાને...
દિવસોમાં ઘટાડો કરાશે