• Gujarati News
  • ચૂંટણી સંદર્ભે ૧૫ જાહેરનામાનો અમલ શરૂ

ચૂંટણી સંદર્ભે ૧૫ જાહેરનામાનો અમલ શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ૧૩ સપ્ટેમ્બરે યોજાનાર લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે પોલીસ કમિશનર ઇ.રાધાક્રિષ્ણને ૧૫ જેટલાં જાહેરાનામાઓ બહાર પાડયા છે.
આદર્શ આચારસંહિતના પાલન માટે સભા સરઘસબંધી, હથિયારબંધી, વાહનોના કાફલામાં વાહન સંખ્યાની મર્યાદા તેમજ બે વાહન વરચે ઓછામાં ઓછા ૨૦૦ મીટર્સની મર્યાદાની જાળવણી રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ ઉપરાંત મતદારોને મતદાન કરવા લાવવા-લઇ જવા વાહનોનો ઉપયોગ કરવાની અને મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજિયામાં વાહનો લઇ જવાની મનાઇ, સુરૂચિ અને જાતિનો ભંગ થાય અને રાજયની સલામતી જોખમાય તેવા ચાળા પાડવા, નકલો કરવી, ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો દર્શાવવા સહિતના કત્યો કરવાની મનાઇ, ધાર્મિક સ્થળોનો પ્રચાર હેતુ ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી છે.