• Gujarati News
  • પતંગની દોરીથી બાઇકસવાર યુવકને ઇજા

પતંગની દોરીથી બાઇકસવાર યુવકને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. ઉતરાયણનેઘણા દિવસોની વાર છે છતાં પતંગના રસિયા અત્યારથી છુટાછવાયા પતંગ ચગાવતાં દેખાતા હોય છે. તેમનો શોખ ઘણીવાર બીજાના જીવ માટે જોખમ બની જાય છે. તેવો એક કિસ્સો ઉતરાયણ આવવાના પહેલા બનવા પામ્યો હતો. બાજવાની સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતો 28 વર્ષીય જગ્દીશ મંગાભાઈ ગોહિલ બાઈક પર શનિવારે સાંજે બાજવાના કરચીયા રોડ પરથી પસાર થતો હતો. દરમિયાન તેના ગળા પર પતંગની દોરી આવી ગઈ હતી. જેથી તેણે તુરંત બાઈક અટકાવી દીધું હતું. તેને ગળાના ભાગે દોરીનો ઘસરકો તો વાગી જતાંં તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની હાલત સાધારણ હતી.