• Gujarati News
  • કારેલીબાગમાં ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ

કારેલીબાગમાં ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. કારેલીબાગપાણીની ટાંકીથી હાથીખાના તરફના માર્ગે સેવાસદને ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે એપીએસ બનાવવા નિર્ણય લીધો હતો. રૂા.22 કરોડના ખર્ચે બે વર્ષમાં તૈયાર થનાર પંપિંંગ સ્ટેશન માટે કોન્ટ્રાકટરે દેવદિવાળીએ કામ શરૂ કર્યું હતું, પરંતુ આસપાસની સોસાયટીનાં રહીશોએ આરોગ્યને નુકસાન થવાની શંકાએ વિરોધ કરતાં કામ અટકાવી દેવાયું હતું. જોકે પ્રથમ તબક્કામાં કારેલીબાગ પાણીની ટાંકીથી ગબ્બર અેપાર્ટમેન્ટ થઇ સૂચિત પંપિંગ સ્ટેશન (અંબેનગર વસાહત)સુધીના રસ્તા પરની કામગીરી અંબેમાતાના મંદિર તરફના ટ્રેકમાં સોમવારથી શરૂ કરાનાર છે. જેથી ગબ્બર એપાર્ટમેન્ટ તરફનો રસ્તો વાહનોની અવરજવર માટે ચાલુ રહેશે અને રસ્તા પર બંને તરફનો વાહનવ્યવહાર રહેશે.