• Gujarati News
  • આજે વકીલો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી િવરોધ કરશે

આજે વકીલો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી િવરોધ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડવોકેટનિસર્ગ અમલાણીને પોલીસે માર મારતાં વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યાં હતા અ્ને આજે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવશે તેમ બાર એસો. દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તા.15મીની રાત્રે એડવોકેટ નિસર્ગ અમલાણીને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ.એ અટકાવીને લાયસન્સની માંગણી કરી હતી અને ત્યાર બાદ તેને માર માર્યો હતો. બનાવના પગલે બાર એસો.એ સોમવાર અ્ને મંગળવારના રોજ કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાનો ઠરાવ કર્યો હતો. પ્રમુખ નલીન પટેલ તેમજ સેક્રેટરી નેહલ સુતરીયા અને સભ્ય હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે વકીલોએ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો અને મંગળવારના રોજ પણ વકીલો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજશે.