• Gujarati News
  • સ્ટેબિંગ કેસમાં ચાર્મીસના જામીન નામંજૂર

સ્ટેબિંગ કેસમાં ચાર્મીસના જામીન નામંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. નવરાત્રીનાપર્વમાં થયેલા કોમી તોફાનો દરમિયાન એમ.જી.રોડ પર થયેલા સ્ટેબિંગમાં ચાર્મીસ કહારે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, નવરાત્રીના તહેવાર દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં અચાનક કોમી તોફાનો ફાટી નિકળ્યાં હતા અને દરિમયાન એમ.જી.રોડ પરથી પસાર થઇ રહેલા એક સાઇકલ સવાર યુવક જલાઉદ્દીન પર કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. તપાસમાં ચાર્મીસ કહારનું નામ ખુલતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર્મીસ કહારે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.