• Gujarati News
  • પાસા હેઠળ બેની અટકાયત

પાસા હેઠળ બેની અટકાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સયાજીગંજતેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનોની ચોરી કરનાર ભરૂચના જંબુસર સ્થિત ટંકારી ભાગોળના અઠંગ વાહન ચોર સરફરાજ ઉર્ફે ડોન ઇકબાલ હસનઅલી સામે પીસીબીએ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરી પાસા દરખાસ્ત મોકલી આપતાં શહેર પોલીસ કમિશનર ઇ.રાધાકૃષ્ણાએ પાસાનો હુકમ કર્યો હતો. પોલીસે ડેન્જર પર્સન તરીકે અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે. ઉપરાંત વિદેશી દારૂનો ધંધો કરતાં કમાટીપુરા આશિયાના નગરના બૂટલેગર ગુલફામ કલ્લુખાન પઠાણની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં ધકેલી દીધો છે.