• Gujarati News
  • નિયોટેક કોલેજના MD પાસેથી ~70 લાખનું કાળુ નાણું જપ્ત

નિયોટેક કોલેજના MD પાસેથી ~70 લાખનું કાળુ નાણું જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઇન્કમટેક્સ વિભાગે ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ નિયોટેક કોલેજના એમ.ડી મિનેશ શાહને ત્યાંથી ‌~70 લાખ રોકડા ઝડપી પાડીને સિગ્મા ગ્રૂપ, નારાયણ રિયાલિટી અને નિયોટેક કોલેજમાં સત્તાવાર રીતે દરોડાની કામગીરી પૂર્ણ કરીને ત્રણેય ગ્રૂપને ત્યાંથી તપાસ દરમિયાન જપ્ત કરેલા વાંધાજનક દસ્તાવેજ, બિનહિસાબી આવક અને રોકાણ તથા પેન ડ્રાઇવની કાલથી તપાસ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગના ઉચ્ચ અધિકારીના માર્ગદર્શનમાં સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, નારાયણ રિયાલિટી લિમિટેડ અને નિયોટેક કોલેજના સંચાલકોની ઓફિસ અને રહેઠાણ પર દરોડા પાડીને સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને ત્યાં ~42 કરોડનું અધધ કાળું નાણું ઝડપી પાડ્યું હતું. જ્યારે ત્રણે સંસ્થાઓને ત્યાં મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજ, બિનહિસાબી આવક અને રોકાણના ડોક્યુમેન્ટ તથા પેન ડ્રાઇવ જપ્ત કરી હતી. દરમિયાનમાં દરોડાના આખરી દિવસે આઇટીના અધિકારીઓએ નિયોટેક કોલેજના એમ.ડી મિનેશ શાહને ત્યાંથી રૂપિયા 70 લાખ રોકડા ઝડપી પાડીને તેના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ત્રણેય સંસ્થાઓ પર આઇટીના અધિકારીઓએ આજે સત્તાવાર રીતે દરોડાની કામગીરી પૂર્ણ કરીને નોટિસ પાઠવીને ખુલાસો કરવા જણાવશે.