• Gujarati News
  • રાજ્યનીલોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકો પર યોજાઈ રહેલી

રાજ્યનીલોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકો પર યોજાઈ રહેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યનીલોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે શનિવારે મતદાન યોજાશે. આમાં 49 ઉમેદવારોનું રાજકીય ભાવિ દસ મતવિસ્તારોના કુલ 36 લાખથી વધુ મતદારો પર અવલંબિત રહેશે. વડોદરાની લોકસભા બેઠક પરથી વડાપ્રધાન ...અનુસંધાનપાના નં.11નરેન્દ્રમોદી વિજેતા બન્યા બાદ તેમણે વારાણસીની બેઠક જાળવી રાખવાનું નક્કી કરતાં બેઠક ખાલી પડી હતી. ઉપરાંત, લોકસભાની ચૂંટણીમાં ભાજપે નવ તત્કાલીન ધારાસભ્યોને પણ ચૂંટણીમાં ઉતાર્યા તે તમામ વિજેતા બન્યા અને તેમણે પોતપોતાની વિધાનસભા બેઠકો પરથી રાજીનામા આપતાં બેઠકો પર પેટા ચૂંટણી યોજવી પડી છે.

રાજ્યના દસ જિલ્લાઓમાં વહેંચાયેલી બેઠકો માટે કુલ 36,03,164 મતદારોમાંથી મતદાન થશે. માટે ચૂંટણી પંચ તરફથી કુલ 3,766 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. પેટા ચૂંટણી માટે બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસને નીચા મતદાનનો ભય સતાવે છે. આથી બંને દ્વારા વરસાદની ચિંતા વચ્ચે વધુને વધુ મતદારો બહાર નિકળી મતદાન કરે તેવા ભરચક પ્રયાસો કરશે.

આજે રાજ્યમાં 10 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન

બેઠકો પર આજે મતદાન

{ લોકસભા

{ વડોદરા

{ વિધાનસભા

{ ડીસા

{ મણિનગર

{ ટંકારા

{ ખંભાળિયા

{ માંગરોળ

{ તળાજા

{ આણંદ

{ માતર

{ લીમખેડા(ST)