• Gujarati News
  • મતદાન જાગૃતિના સંદર્ભે રંગોળી સ્પર્ધા પ્રદર્શન યોજાયાં

મતદાન જાગૃતિના સંદર્ભે રંગોળી સ્પર્ધા-પ્રદર્શન યોજાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાન જાગૃતીનો સંકલ્પ
અચૂક મતદાનનો સંદેશો પહોંચાડવા અનુરોધ
યુનિ.નાં મતદાન કરવા માટે ઇ-મેલ અને SMS કરશે
૩ વિધાર્થીઓને અવંતિકા સિંધે ઇનામ એનાયત કર્યા
પેટા ચૂંટણી
૧૩મી સપ્ટેમ્બરના રોજ વડોદરામાં યોજાનાર પેટા ચૂંટણીના સંદર્ભમાં મતદારોમાં જાગૃતિ આવે અને મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના મતદાર શિ ાણ અને જાગૃતિ અભિયાનમાં એમ.એસ.યુનિ.ની આટર્્સ ફેકલ્ટી ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું હતું. મતદાર જાગૃતિના સંદર્ભમાં યોજાયેલી રંગોળી સ્પર્ધાનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંધે ઉદ્ઘાટન કરીને રંગોળી પ્રદર્શનને ખુલ્લું મૂકયું હતું.
મતદાર શિ ાણ અને જાગૃતિ અભિયાનના જિલ્લા ચૂંટણી તંત્રે ઉપાડેલા અભિયાનમાં સહભાગીદાર તરીકે જોડાયેલા એમ.એસ.યુનિવસિર્ટીમાં આજે મતદાર જાગૃતિ અને મતદાનની અપીલ કરતી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આટર્્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ૨૦ જેટલા વિધાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઇને મતદાનની અપીલ કરતી ૨૦ કલાત્મક અને ગુણવત્તાસભર રંગોળી દોરી હતી.મતદાર જાગૃતિ સંદર્ભે યોજાયેલી રંગોળી સ્પર્ધાનું જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંધે ખુલ્લું મૂકીને તમામ વિધાર્થીઓની રંગોળીને નિહાળીને તૈ પૈકી વિધાર્થીઓમાં પોલિટેકિનક કોલેજમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી શિવાની પડાલિયા અને પાયલ ઠક્કરને ફસ્ટર્ પ્રાઇઝ સાથે રૂપિયા ૨ હજાર, મેડિસીન ફેકલ્ટીની ફિઝિયોથેરોપી ડિપાટર્મેન્ટની વિધાર્થિની ડૉ. બિનલ રાણાને સેકન્ડ પ્રાઇઝ સાથે રૂપિયા ૧૫૦૦ તથા ફાઇન આટર્્સ ફેકલ્ટીનાં એપ્લાઇડ આટર્્સનાં વિધાથીર્ કિષ્ના સોની અને વિકી પ્રજાપતિને થર્ડ પ્રાઇઝ સાથે રૂપિયા ૧ હજારનું રોકડ ઇનામ આપીને બહુમાન કર્યું હતું. ત્રણ વિધાર્થીઓ ઉપરાંત ફાઇન આટર્્સ ફેકલ્ટીના એપ્લાઇડ આટર્્સના વિધાથીર્ સૃજન દિંડોરકર અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગના વિધાર્થી ટેકનોલોજી ફેકલ્ટીના કિલ્પત પટેલને સ્પેશિયલ પ્રાઇઝ સાથે રૂપિયા ૧૦૦૦-૧૦૦૦નું રોકડ ઇનામ આપ્યું હતું. વિધાર્થીઓનું ઇનામ સાથે બહુમાન કર્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંધે ૧૧મી સપ્ટેમ્બર સુધી સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી શહેરી જનો માટે રંગોળીનું પ્રદર્શનને ખુલ્લું મૂકીને વિધાર્થીઓને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી.
મ.સ. યુનીની આટર્્સ ફેકલ્ટીના પ્રેમાનંદ હોલ ખાતે યોજાયેલી રંગોળી