• Gujarati News
  • રાજેશ ટાવર પાસેથી ૨૪ નંગ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

રાજેશ ટાવર પાસેથી ૨૪ નંગ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરના ગોરવા વિસ્તાર સ્થિત રાજેશ ટાવર નંદાલય પાસે ૨૪ નંગ વિદેશી દારૂ સાથે રવિવારે બપોરે ગોરવા પોલીસે એકને ઝડપી પાડયો હતો. જોકે, તેની સાથેનો બીજો ઈસમ ફરાર થઈ ગયો હતો.
ગોરવા પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન ગુરૂપ્રસાદ ઉર્ફે મુન્નાો હરીપ્રસાદ મનોજીયા (રહે. ગોત્રી રોડ)ને રવિવારે બપોરે એક કલાકે રાજેશ ટાવર નંદાલય પાસેથી ઝડપી પાડયો હતો. તેની પાસેથી પોલીસે ૯,૬૦૦ની કિંમતની ૨૪ નંગ બોટલ, એક મોબાઈલ તેમજ ૨૦ હજારની કિંમતના એકટીવા મળી કુલ ૩૦ હજારનો મુ¼ામાલ જપ્ત કર્યોહતો.