• Gujarati News
  • સાધના ટોકીઝ પાસે મહિલાની પ્રસૂતિ

સાધના ટોકીઝ પાસે મહિલાની પ્રસૂતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાલકોટર્ નજીકની સાધના ટોકીઝ પાસે આજે બપોરના સમયે અચાનક ૨૩ વર્ષીય મહિલાને પ્રસુતિ થઈ ગઈ હતી. ગણેશોત્સવમાં જોડાયેલા ઘણા લોકો ત્યાં દોડી ગયા હતા. સ્થાનીકે બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને કરતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હોસ્પિટલમાં માતા-પુત્રીની હાલત સ્વસ્થ હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
લાલકોટર્ નજીકની સાધના ટોકીઝ પાસે બપોરે ૨૩ વર્ષીય લ મીબેન ગોપાલભાઈ નામની મહિલાની પ્રસુતિ થઈ ગઈ હતી. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. ગણેશોત્સવમાં જોડાયેલા લોકો મહિલા પાસે દોડી ગયા હતા અને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ વાનમાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમની હાલત સ્વસ્થ હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. બનાવ સંદર્ભે તબીબોએ મહિલાને તેના રહેઠાણ અને પરિવાર વિશે પુછતાં મહીલાએ આ અંગે કોઈ જણાવવાનું ટાળ્યું હતું. જેને પગલે તબીબોએ મનોચિકિત્સકની મદદ લેવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે એક માસ અગાઉ કમાટીબાગ પાસે માનસિક અસ્વસ્થ મહિલાની પણ જાહેરમાં પ્રસુતિ થઈ હતી. જોકે તે પછીના સમયમાં તેના ભાઈ તરીકે ઓળખાવતો વ્યકિત તેનો પતિ હોવાની બાબતો પ્રકાશમાં આવી હતી.