• Gujarati News
  • કમ્પ્યૂટર હાર્ડવેરની દુકાનમાંથી ૧.૧૯ લાખની મતાની ચોરી

કમ્પ્યૂટર-હાર્ડવેરની દુકાનમાંથી ૧.૧૯ લાખની મતાની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ચોરીઓનો ત્રાસ યથાવત્ રાો છે. શહેરના માંજલપુર સ્થિત કમ્પ્યૂટર-હાર્ડવેરની એક દુકાનમાંથી સોમવારે મઘ્યરાત્રિએ ૧.૧૯ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, માંજલપુરની વિશ્વજયોત સોસાયટીમાં રશેષ નરેન્દ્ર દોશી રહે છે. તેઓ માંજલપુર સ્થિત આવેલા હોરોઝોઇન કોમ્પ્લે ામાં આર. એસ. ઇન્ફોટેક નામે કમ્પ્યૂટર-હાર્ડવેરની દુકાન ધરાવે છે. ગત રાત્રે તેમની દુકાનના પાછળના ભાગે સીડી અને બીમના સહારે કોઈ અજાણ્યા ઈસમો બારી વાટે પ્રવેશ કરી દુકાનમાંથી કમ્પ્યૂટર અને તેને લગતી સામગ્રીની ૧.૧૯ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે તેઓ દુકાને પહોંરયા ત્યારે અંદરનો સામાન અસ્તવ્યસ્ત જણાતાં જ તેઓ ચોંકી ઊઠયા હતા. તેમણે આ અંગે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માંજલપુરમાં કમ્પ્યૂટરના શોરૂમમાં તસ્કરો ત્રાટકયાં હતાં.