• Gujarati News
  • વોટર સ્લીપ માટે કન્ટ્રોલ રૂમ

વોટર સ્લીપ માટે કન્ટ્રોલ રૂમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી સતત પડી રહેલા વરસાદના કારણે જિલ્લા ચૂંટણી તંત્ર ચિંતિત બન્યું છે. આગામી દિવસોમાં પણ સતત વરસાદ રહે તેવી શકયતાઓના પગલે મતદાન પર અસર ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે મતદારોની સુવિધા માટે આશરે ૧૨૦૦થી વધુ મતદાન કેન્દ્ર બહાર વોટરપ્રૂફ તંબુ લગાડવા નિર્ણય કર્યોછે. જે માટે કલેકટરે તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવી આદેશ આપ્યો હતો.
૧૩મી સપ્ટેમ્બર ને શનિવારના રોજ લોકસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જોવા મળતા નિરસ માહોલના કારણે ઓછું મતદાન થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. તેમાં પણ છેલ્લા ૨૪ કલાકથી સતત વરસી રહેલા વરસાદે ચૂંટણી તંત્ર માટે ચિંતા વધારી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વરસાદ હજી આગામી ૭૨ કલાક સુધી યથાવત્ રહેશે. ત્યારે મતદાનના દિવસે મતદારો મતદાનથી દૂર રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
આ અંગે આજે કલેકટર અવંતિકા સિંધે મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં મતદાન પર અસર ન થાય તે માટે મતદાન મથક બહાર મતદારો માટે વોટરપ્રૂફ તંબુ ઊભા કરવા આદેશ આપ્યો હતો. જે માટે તમામ મતદાન મથકની સમી ાા કરી આ વ્યવસ્થા કેવી રીતે કરવી તેનો પણ તાકીદે નિર્ણય કરવા આદેશ આપ્યો છે. જેમાં એક જ મતદાન મથકે એકથી વધુ મતદાન કેન્દ્ર હશે તેવા મતદાન મથકને પ્રાથમિકતા અપાશે.
આજે ટપાલ ટિકિટ બહાર પડશે
કોઈ મહાનુભાવ માટે ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હોય તેવી અનેક ધટના બની હશે. પરંતું ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે મતદાર જાગૃતિ પ્રક્રિયા હેઠળ ટપાલ ટીકીટ બહાર પાડવાની પ્રથમ ધટના આવતીકાલે મંગળવારે બનશે. મંગળવારે કલેકટર અવંતિકાસિંધ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડશે.
લોકસભાની પેટા ચૂંટણી માટે મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને વોટર સ્લીપનું વિતરણ કરવામાં આવી રાું છે. પરંતું વોટર સ્લીપ ન મળી હોય તો તેની જાણ કરવા માટે પ્રથમ વખત કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે મતદારોને વોટર સ્લીપ ન મળી હોય તો તે કલેકટર કચેરીના ૧૦૭૭ નંબર પર ફોન કરી જાણ કરી શકશે.
તકેદારી
એકધારા વરસાદથી મતદાન પર અસર : કોઇ વિપરીત અસર ન થાય તે માટે તંત્ર ચિંતિત
ચૂંટણીના દિવસે ૧૨૦૦ મતદાન કેન્દ્રો પર વોટરપ્રૂફ તંબુ