• Gujarati News
  • ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં રવિવારે મધરાતથી શરૂ થયેલા વરસાદના કારણે સોમવારે સાંજ સુધી ૨૦ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સોમવારે વહેલી સવાર સુધી ભારે વરસાદ પડયો હતો પણ દિવસ દરમિયાન ઝરમર વરસાદના કારણે અવારનવાર ભારે ઝાપટાં પડયાં હતાં અને સોમવારે રાત સુધી અવિરત વરસાદ રાો હતો .વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. વરસાદના કારણે બે સ્થળો પર વૃ ા ધરાશાયી થવાના પણ બનાવો બન્યા હતા. આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવતાં વહીવટી તંત્રને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ કરી દેવાયું છે.
વરસાદના કારણે રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. રાત્રે બે ઇંચ તથા દિવસ દરમિયાન ચાર ઇંચ જેટલો વરસાદ શહેરમાં પડયો હતો.સોમવારે સૂર્યનારાયણનાં દર્શન પણ દોાલાં થઇ ગયાં હતાં. સોમવારે દિવસભર રહેલા વરસાદથી શહેરનું ગુરુત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન સમાન થઇ ગયું હતું. શહેરનું ગુરુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૧ ડિગ્રી રાું હતું જયારે સવારે અને સાંજે હવામાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રાું હતું.
૨ ઝાડ પડયાં
નિઝામપુરા વિસ્તારમાં સરદારનગર સોસાયટી પાસે અને અટલાદરા જૂના જકાતનાકા ચેકપોસ્ટ પાસે વૃ ા ધરાશાયી થઇ ગયું હતું. ફાયર બ્રિગેડના લાશ્કરોએ વૃ ાને કાપી અવરોધ દૂર કર્યોહતો.
પાણી ભરાયાં
શહેરના જેલ રોડ, ગોરવા, જયરત્ન બિિલ્ડંગ નવાપુરા તથા મહાવીર હોલ , આજવા રોડ તથા સરદાર એસ્ટેટ અને ખોડિયારનગર,સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયાં હતાં.
વાહન વ્યવહાર પર આંશિક અસર
શહેરમાં સોમવારે અવિરતપણે પડેલા વરસાદથી બસ તથા ટ્રેન વ્યવહાર પર આંશિક અસર પડી હતી. વડોદરા એરપોટર્ પર ફલાઇટ્સના આવાગમન પર કોઇ જ અસર ના થઇ હોવાનું એરપોટર્ ડાયરેકટર સંતોશે જણાવ્યું હતું.
મોસમનો સરેરાશ વરસાદ પૂરો
શહેરનો સરેરાશ વરસાદ ૯૫૪ એમએમ છે અને સોમવારે સાંજ સુધીમાં અત્યાર સુધી શહેરમાં પડેલા વરસાદનો આંક ૯૫૪ એમએમ સુધી પહોંચી ગયો હતો. તોફાની બેટિંગથી મોસમના વરસાદ આંક ૧૦૦ ટકા થયો હતો.
વિશ્વામિત્રીની સપાટી ૧૫ ફૂટે પહોંચે તેવી સંભાવના
શહેરમાં વીતેલા ૨૦ કલાકમાં ૬ ઇંચ વરસાદ નોંધાતાં વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થયો હતો અને સાંજે સાત વાગે નદીની સપાટી ૯ ફીટ નોંધાઇ હતી. જોકે આજવા સરોવરના દરવાજા ખોલી દેવા