તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહીસાગર નદીમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા

મહીસાગર નદીમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાણીનજીકથી વહેતી મહીસાગર નદીમાંથી રવિવારે બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરતાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

આણંદના નાપડ તાલુકામાં આવેલા કાછિયાવાડમાં રહેતા 22 વર્ષીય ચેતનસિંહ ચંદ્રસિંહ ચૌહાણ કટલરીનો ધંધો કરતા હતા. તેઓને એક ભાઈ અને બે બહેનો છે. ગત શુક્રવારે તેઓ પોતાના પિતા સાથે પારિવારિક કારણોસર ઝઘડો કરી ઘરેથી કાંઈ પણ કહ્યા વગર ~100 લઈને નિકળ્યા હતા. રવિવારે બપોરે તેમનો મૃતદેહ છાણી નજીકથી વહેતી મહીસાગર નદીમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. તદ ઉપરાંત છાણી જકાતનાકા ખાતેની તરૂણનગર સોસાયટીમાં રહેતાં 65 વર્ષીય ડાહ્યાભાઈ સોમાભાઈ ખ્રિસ્તી નિવૃત્ત જીવન ગાળતાં હતા. તેઓ શનિવારે પોતાના ઘરે દાઢી કરાવવા જતા હોવાનું કહી ઘરેથી ~20 લઈને નિકળી ગયા હતા. તેઓ ઘણા સમયથી બિમારીથી પીડાતા હતા. રવિવારે બપોરે તેમનો મૃતદેહ ફાજલપુર ખાતેની મહિસાગર નદીમાંથી મળી આવ્યો હતો.