• Gujarati News
  • સમા પોલીસ સ્ટેશનમાં કોબ્રા ઘૂસી જતાં દોડધામ

સમા પોલીસ સ્ટેશનમાં કોબ્રા ઘૂસી જતાં દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાપોલીસ સ્ટેશનમાં મંગળવારે સાંજે કોબ્રા સાપ ઘૂસી જતાં પોલીસ કર્મચારીઓમાં દોડધામ થઇ ગઇ હતી. પોલીસ મથકના પી.આઇએ કોબ્રા અંગે એનિમલ એક્ટિવીસ્ટને જાણ કરતાં એનિમલ એક્ટીવિસ્ટોએ પોલીસ સ્ટેશનમાં આવીને જહેમત બાદ ઝેરી કહી શકાય તેવો પ્રેક્ટીકલ કોબ્રાને પકડી લીધો હતો અને વન વિભાગને સુપરત કર્યો હતો.

શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટના અરવિંદ પવારને સમા પોલીસ મથકના પી.આઇ વસાવાએ ફોન કરીને જણ કરી હતી કે પોલીસ સ્ટેશનમાં સાપ ઘૂસી ગયો છે. વાઇલ્ડ લાઇફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકર રાજુ કદમ તત્કાળ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. પોલીસ મથકમાં સાપ ઘૂસી જતાં હાજર પોલીસ કર્મચારીઓમાં દોડધામ થઇ ગઇ હતી. એનિમલ કાર્યકરે સાપ પકડવાની કોશિશ કરતા પોલીસ કર્મીઓને થોડો સમય પોલીસ મથકની બહાર જવુ પડયુ હતુ. ભારે જહેમત બાદ કોબ્રાને પકડી લેવાયો હતો. પોલીસ મથકમાંથી પકડાયેલો કોબ્રા પ્રેકટીકલ કોબ્રા હતો. કોબ્રાને વન વિભાગને સુપરત કર્યો હતો. વાઇલ્ડ લાઇફ રેક્સયુ ટ્રસ્ટના કાર્યકરોએ છાણીમાંથી બે વાઇપર, આજવા રોડથી ચેકળ, ગોત્રીમાંથી બે ચેકળ સાપ પકડયા હતા.