• Gujarati News
  • સાપ કરડતાં બાળકીનું મોત

સાપ કરડતાં બાળકીનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.ભરૂચ-અંક્લેશ્વર ખાતેનાનવાછાપડ ગામે રહેતી 11 વર્ષીય ભગવતિ સુકાભાઈ વસાવાને રવિવારે ઘર પાસે સાપ કરડી ગયો હતો. સાપના ઝેરની અસર થતાં કિશોરીની હાલત ગંભીર બની ગઈ હતી. કિશોરીની હાલત ગંભીર બની જતાં ચિંતિત પરિવારજનોએ તેને તુરંત ભરૂચ ખાતેની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે તેની તબીય વધુ લથડતી હોઈ તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રવિવારે રાત્રે તેનું મોત થયું હતું. તેના મૃત્યુની જાણ થતાં પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.