તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મોસમ કરવટ બદલશે : ગુરુવારે હળવો વરસાદ પડવાની શક્યતા

મોસમ કરવટ બદલશે : ગુરુવારે હળવો વરસાદ પડવાની શક્યતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંશનિવારથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધવાને કારણે સોમવારે સતત ત્રીજા દિવસે ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું. જેથી લઘુતમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે મંગળવારે લઘુતમ તાપમાન ઘટીને 12 ડિગ્રી થવા ઉપરાંત ગુરુવારે શહેરમાં હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે.

વાતાવરણમાં શનિવારથી જોવા મળેલા ફેરફારને કારણે સોમવારે પણ શહેરમાં ઠંડીનો સપાટો જારી રહ્યો હતો. સોમવારે સવારથી શહેર માથે ઉત્તર-પૂર્વ દિશામાંથી પ્રતિકલાકના 10 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠુંઠવાયાં હતાં. હવામાન વિભાગે મંગળ-બુધવારે આકાશ સ્વચ્છ રહેશે, જ્યારે ગુરુવારે હળવો વરસાદ થવાની આગાહી કરી છે.

વરસાદ વરસી શકે છે

^ઉત્તરભારતમાં હાલ બર્ફિલા પવન સાથે હિમવર્ષા થઇ રહી છે. ઉપરાંત રાજસ્થાન ઉપર અપર એર સર્ક્યુલેશન સર્જાવાનું હોઇ તેની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. >ડૉ.વ્યાસ પાંડે,હવામાનશાસ્ત્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી