તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોતાનું શાસન જાળવી રાખવા US ભારતીય દવા પર પ્રતિબંધ મૂકે છે

પોતાનું શાસન જાળવી રાખવા US ભારતીય દવા પર પ્રતિબંધ મૂકે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વમાંભારતીય દવાઓનો ડંકો છે, ભારતીય દવાઓ તમામ પેરામીટરમાં ખરી ઉતરે તેવી છે. અમેરિકા પોતાનું એકહથ્થું શાસન જાળવી રાખવા તેમજ પોતાની લાખો ડોલરની દવા ભારતીય માર્કેટમાં ઠાલવવા હલકી ગુણવત્તાની આળ મૂકીને દવાઓ પર ખોટો પ્રતિબંધ મૂકી રહ્યું છે, એમ યુનિ.ના ફાર્મસી ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. એમ.આર.યાદવે અત્રે જણાવ્યું હતું.

યુનિ. ટેકનોલોજી એન્ડ એન્જિ.ના ફાર્મસી ડિપાર્ટમેન્ટ દ્વારા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના આઇ.જી.પટેલ સેમિનાર હોલ ખાતે ‘સ્પેક્ટ્રા બેઇઝ્ડ સ્ટ્રકચરલ ઇનસાઇટ્સ ઇન ટુ ડ્રગ્સ’ વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રિન્સિપલ કો-ઓર્ડિનેટર પ્રો. એમ.આર.યાદવે જણાવ્યું કે, એલોપેથી દવાઓમાં અશુદ્ધતાનું પ્રમાણ નિયત હોય છે. જો દવાઓમાં અશુદ્ધતાનું પ્રમાણ વધી જાય તો તે આડઅસર પેદા કરે છે. 24મી સુધી ચાલનારા સેમિનાર અંગે પ્રો.યાદવે જણાવ્યું કે, ક્વોલિટી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ હેઠળ મ.સ.યુનિ.ની ફાર્મસીની દેશનાં 7 સેન્ટર પૈકી એક સેન્ટર તરીકે પસંદગી થઇ છે. જેને એઆઇસીટીઇ પૈસા આપે છે. સેમિનારમાં ફાર્મસી વિષય ભણાવતાં દેશભરનાં 30 શિક્ષકોને તાલીમ અપાશે.