તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હવેથી હરણી એરપોર્ટ પરથી લિકર પરમિટ મેળવી શકાશે

હવેથી હરણી એરપોર્ટ પરથી લિકર પરમિટ મેળવી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના હરણી એરપોર્ટ પરથી હવે લિકર પરમિટ અપાશે. જોકે એરપોર્ટનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, હાલ અંગેનો પત્ર મળ્યો છે જેને ટૂંક સમયમાં અમલી બનાવાશે.

હરણી એરપોર્ટ પરથી પ્રતિદિન બે હજારથી વધુ મુસાફરો અવર-જવર કરી રહ્યાં છે ત્યારે મુસાફરો માટે ખુશખબરની બાબત છે કે, આગામી સમયથી હરણી એરપોર્ટ પરથી લિકર પરમિટ અપાશે. જેને કારણે એનઆરઆઇ અને વિદેશી પ્રવાસીને પરમિટ મેળવવા ભટકવું નહીં પડે. એરપોર્ટ ડાયરેક્ટર સંતોષ ધોકેએ જણાવ્યું કે, હાલ ગુજરાત સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી અમને પત્ર અપાયો છે. જોકે હાલમાં મામલે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદના એરપોર્ટ પરથી લિકર પરમિટ અપાય છે. હવે અમદાવાદ બાદ વડોદરા અને ભૂજ એરપોર્ટ પરથી પણ લિકર પરમિટ આપવા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા લીલી ઝંડી અપાઈ છે.