• Gujarati News
  • ફાયરિંગના 3 દિન બાદ પણ હુમલાખોરો પકડાયા નથી

ફાયરિંગના 3 દિન બાદ પણ હુમલાખોરો પકડાયા નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતાપગંજમાંહરદીપસિંગ ઠાકુર પર થયેલી ફાયરિંગની ઘટનાના 3 દિવસ બાદ એકેય હુમલાખોરો પકડાયા નથી. હુમલોખોરોએ ફાયરિંગ બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા પ્રાથમિક તપાસમાં તમામ આરોપીઓ સાથે હોવાનું અનેે તેઓ મુંબઇ તરફ ગયા હોવાનું જણાતા પોલીસની એક ટીમને તપાસ માટે મુંબઇ તરફ રવાના કરવાના ચક્રો ગતિમાન કરાયા છે.

પ્રતાપગંજના શૃંગાર એપાર્ટમેન્ટમાં રહેતા હરદીપસિંગ ઠાકુર પર શનિવારે મોડી રાત્રે ત્રણ રાઉન્ડ ગોળીબાર અને તલવાર વડે હુમલો થયો હતો. હત્યાના પ્રયાસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે હરદીપિસંગનું નિવેદન લેતા અંકિત ગાળો આપતો હોઈ દેવા ભરવાડ સાથે વાત કરી સમાધાન કરાવી આપવાનું કહ્યું હતું. બનાવ સમયે અંકિત અને કલ્પેશ હતાં.

તપાસમાં અગાઉ હરદીપસિંગ અને જગલસિંગ વચ્ચે ઝઘડો થતાં જગલને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં હરદીપ જતાં કલ્પેશ વચ્ચે પડ્યો હતો એટલે હરદીપે કલ્પેશને માર માર્યો હતો. કલ્પેશ દલસાણીયાને માર માર્યો હોવાથી તેની અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું જણાઇ રહ્યું છે. દેવાની પૂછતાછ કરતાં તે ઘરે હોવાનું કહ્યું હતું જ્યારે કલ્પેશ અને અંકિતે ફાયરિંગ બાદ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા તેમના કોલ ડીટેઇલ મેળવવાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ હુમલાખોરો મુંબઇ તરફ ભાગી ગયા હોવાની પણ શંકા હોય ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઇ તરફ તપાસનો દોર લંબાવ્યો છે.

પોલીસે20થી 25 લોકો સામે ગુનો નોંધ્યો

ફાયરિંગનાપડઘા છાણી ખાતેના કલ્પેશ દસાણિયાના ઘરમાં પડ્યા હતા. સોમવારે રાત્રે 20થી 25 શખ્સોનું ટોળું કલ્પેશના ઘરે પહોંચી ગયું હતું. જ્યાં શખ્સોએ કલ્પેશની માતાને પૂછ્યું કે કલ્પેશનું ઘર છે. તેની માતાએ હા જવાબ આપ્યો કે તરત બીજા શખ્સો કારની તોડફોડ અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. પોલીસે 20થી 25ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી તથા 5 શખ્સોનાં નામ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

હું તે સમયે બહાર હતી. ત્યારે કેટલાક બાઈક પર બે સવારી કે ત્રણ સવારી આવી ગીતાબેન સાથે ઝપાઝપી કરી તોડફોડ શરૂ કરી હતી. અમે ગભરાઈ ગયા હતા. મેં બુમો પાડતાં અહીં રહેતાં અન્ય લોકો આવી જતાં તમામ ફરાર થઈ ગયા હતા. > નમીશારાઠોડ, પડોશી

ટોળાએ મને પૂછ્યું, કલ્પેશનું ઘર છેω મેં હા કહેતાં તેઓ કાર તોડવા લાગ્યા. એક શખ્સે મારો હાથ પકડી બહાર ખેંચવા પ્રયત્ન કરતાં નખના ઘસરકા વાગ્યા હતા. મેં હાથ છોડાવી જાળી બંધ કરી હતી. ત્યાર બાદ તેમણે તોડફોડ કરી હતી. જેને પગલે હું ડરી ગઈ હતી.