• Gujarati News
  • િચરાયુ BCAનું પ્રતિનિધિત્વ કરશે: BCCIને જાણ કરાઈ

િચરાયુ BCAનું પ્રતિનિધિત્વ કરશે: BCCIને જાણ કરાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સત્તાનીરાજરમતમાં બીસીએમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો ઝઘડો હવે બીસીસીઆઇ સુધી પહોંચ્યો છે. બીસીસીઆઇની એજીએમમાં પ્રતિનિધિત્વને લઈ રોયલ અને રિવાઇવલ ગ્રૂપ વચ્ચેના ઝઘડામાં બીસીએ તરફથી ચિરાયુ અમીન પ્રતિનિધિત્વ કરશે તેવી જાણ બીસીસીઆઇને કરવામાં આવી છે. મેનેજિંગ કમિટિના નિર્ણય અંગે કરવામાં આવેલી જાણકારી સામે સમરજિતસિંહ ગાયકવાડ પણ પ્રમુખ તરીકે બીસીસીઆઇને પત્ર લખશે તેવી શક્યતાઓ સામે આવી છે.

વર્ષોથી પ્રમુખ પ્રતિનિધિત્વ કરતા હોવાના દાવા સાથે પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડે મેનેજિંગ કમિટિના નિર્ણયને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી બીસીસીઆઇમાં તેઓ જશે તેવી જાહેરાત કરી હતી. તો બીજી તરફ રિવાઇવલ ગ્રૂપ દ્વારા મેનેજિંગ કમિટિની બેઠકમાં મતદાન કરી કરાયેલા નિર્ણયની બીસીસીઆઇને જાણ કરી છે.

BCA પ્રમુખનો સંપર્ક થયો

બીસીએદ્વારાબીસીસીઆઇને કરવામાં આવેલી જાણકારી તથા તેઓએ કોઈ પત્ર લખ્યો છે કે કેમ તે અંગે પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડનું મંતવ્ય જાણવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો હતો.