તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: હોટલ માલિકે 3 લાખની છેતરપિંડી કરી યુવકને રિવોલ્વર બતાવી ધમકાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ શહેરમાં બે હોટલ ધરાવતા મહેન્દ્રસિંહ જાડેજાએ કચ્છના ગાંધીધામમાં રહેતા યુવકને આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી અપાવવા માટેની લાલચ આપીને વર્ષ 2014માં 3 લાખ રૂપિયા લીધા હતા. યુવકને નોકરી ન મળતા યુવકે રૂપિયા પરત માંગ્યા હતા. ગઇકાલે હોટેલ માલિકના ઘરે જઇ યુવકે રૂપિયાની માંગણી કરતા તેમણે ગાળા ગાળી કરીને રિવોલ્વર બતાવીને રૂપિયા આપ્યા ન હતા. આ મામલે યુવકની માતાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહેન્દ્રસિંહ જાડેજા મોહનથાળ અને મઢુલી હોટલના માલિક
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ગાંધીધામના અને હાલ વડોદરામાં રહેતા યુવક રાકેશ અશોકભાઇ શ્રીમાળીએ વર્ષ 2014માં વડોદરામાં આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી. ગોત્રી વિસ્તારમાં આવેલી પ્રકૃતિ રેસિડેન્સીમાં રહેતા અને હોટેલ માલિક મહેન્દ્રસિંહ જાડેજાએ પરીક્ષા પાસ કરાવવા માટેની લાલચ આપીને 8 લાખ રૂપિયાની માંગણી આપી હતી. જેમાંથી 2014માં રાકેશ શ્રીમાળીએ મહેન્દ્રસિંહને 3 લાખ રૂપિયા આપી દીધા હતા. જો કે રાકેશ આરટીઓ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ફેઇલ થતા રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ મહેન્દ્રસિંહે તે સમયે રૂપિયા ન હોવાથી થોડા દિવસ પછી આપવાની બાંહેધારી આપી હતી. પરંતુ લાંબા સમય સુધી રૂપિયા પાછા આપ્યા ન હતા અને સતત વાયદાઓ જ કર્યા હતા. મહેન્દ્રસિંહ જાડેજા ગોત્રી વિસ્તારમાં આવેલી પ્રકૃતિ રેસિડેન્સીમાં રહે છે અને શહેરના નટુભાઇ સર્કલ પાસે આવેલી મોહનથાળ અને સેવાસી રોડ પર આવેલી મઢુલી હોટેલના માલિક છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો PI ભોજાણી સાથે ભાગીદારી થતાં મહેન્દ્રસિંહ બેફામ બન્યો, મહેન્દ્રસિંહે આપેલા લાખો રૂપિયાના ચેક થયા બાઉન્સ, હોટલના ઇન્ટિરિયરવાળાના લાખો રૂપિયા કર્યા ચાંઉ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો