તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાઃ યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાઃ ધોરણ-12માં 76 ટકા સાથે પાસ થનારી સુભાનપુરા સ્લમ ક્વાટર્સમાં રહેતી યુવતીએ ગત રવિવારે સાંજે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. પરિવારજનો માસીના ઘરે સત્યનારાયણની કથામાં ગયા હતા તે સમયે યુવતીએ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું.
ધોરણ-12માં 76 ટકા સાથે પાસ થઇ હતી સપના
પ્રાપ્ત માહિતી પ્રમાણે 25, સ્લમ ક્વાટર્સ, લક્ષ્મીપુરા ખાતે રહેતી સપના આનંદરાવ સોનવણે(ઉ.વ.20) મહારાષ્ટ્ર ખાતે તેના સબંધીના ઘરે રહેતી અને અભ્યાસ કરતી હતી. ધોરણ-12ની પરીક્ષામાં 76 ટકા સાથે પાસ કર્યા બાદ સપના વડોદરા આવી ગઇ હતી. ઘરમાં માતા-પિતા અને નાના ભાઇ-બહેન સાથે રહેતી હતી.

જીવાદોરી ટુંકાવી લેનાર સપનાના માસીના પુત્ર સુનિલભાઇ મોરે (રહે. ગદાપુરા)એ જણાવ્યું હતું કે, મારા ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. રવિવારે શ્રી સત્યનારાયણ કથા રાખવામાં આવી હતી. સપનાના માતા-પિતા તેમજ તેના ભાઇ-બહેન સવારથી ઘરે આવી ગયા હતા. સપના સાંજે એક બંગલામાં સફાઇનું કામ કરીને આવવા માટે જણાવ્યું હતું.
વિજયે દરવાજો ખોલતા જ સપનાને પંખા સાથે લટકેલી જોયી, વાંચવા માટે ફોટો બદલો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો