તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા કોર્પોરેશન દ્વારા 61 ફાયરમેનની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર સામે રિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડમાં ફાયરમેનની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરીને જવાનોની ભરતી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે બે યુવકે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીને દાદ માંગતાં હાઇકોર્ટે મ્યુ.કમિશનર, ડે.મ્યુ. કમિશનર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે નોટિસ કાઢવાનો આદેશ કરી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે.
ગેરલાયક ઠરેલા ઉમેદવારોને ઓર્ડર અપાયાનો આક્ષેપ, મ્યુ.કમિ., ડે.કમિ.,ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને નોટિસ

ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્પોરેશન દ્વારા 61 ફાયરમેનોને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જોકે,જે રીતે ફાયરમેનની પસંદગી કરવામાં આવી હતી તેની સામે ભારે વિરોધ ઊભો થવા પામ્યો હતો. અનેક યુવકોએ પસંદ થયેલા યુવકો કરતાં તેઓ વધુ યોગ્ય હોવાનું જણાવી ભરતી પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી.
દરમિયાનમાં ફાયરમેનની ભર્તી માટે અરજી કરનાર ધર્મેન્દ્ર હરીનારાયણ યાદવ અને વિપુલ પરમાર નામના એક યુવકે કોર્પોરેશન દ્વારા જે યુવકોની ભરતી કરવામાં આવી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાદ માંગતાં હાઇકોર્ટે વડોદરાના મ્યુ. કમિશનર, ડે.કમિશનર ડો.મીણા અને ચીફ ફાયર ઓફિસર (ઇન્ચાર્જ) દીપક ગુંજાલ સામે નોટિસ કાઢી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સમગ્ર ભરતી કૌભાંડમાં મળતિયાઓને નોકરી અપાવવા માટે ફિઝિકલ ટેસ્ટમાં જે યુવકો લાયક ન હોય તેવા યુવકોની પસંદગી કરવામાં આવી હતી અને તેના કારણે અનેક લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહેવા પામ્યા છે. એટલે હવે એ જોવાનું રહે છે કે, આ કૌભાંડના આક્ષેપમાં કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને હાઇકોર્ટમાં શું જવાબ આપવામાં આવે છે. ફાયરમેનની ભરતી માટે તા. 30 મે, 1 અને 2 જૂનના રોજ સ્વિમિંગ અને દોડ સહિતની ફિઝિકલ ટેસ્ટ રાખવામાં આવી હતી. આ ટેસ્ટ બાદ તા.14 અને 15 જૂનના રોજ મૌખિક ઇન્ટર્વ્યૂ યોજાયા બાદ ફાયરમેનના ઓર્ડર આપવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ રજૂઆત કરી હતી
ફાયર બ્રિગેડના કેટલાક જવાનો તાજેતરમાં મ્યુ.કમિશનરને મળ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, ફાયરમેનની ભરતીમાં મોટી ગેરરીતિ આચરાઇ છે.આ જવાનોએ તેમના સંતાનો લાયક હોવા છતાં તેમની ફાયરમેન તરીકે ભરતી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે આ અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી. ફાયર બ્રિગેડના આ જવાનોએ તેઓ હાલ ફરજ બજાવી રહ્યા હોઈ તેઓ વધુ કંઇ કહેવા માંગતા ન હોવાનું જણાવ્યું હતું.
ભરતી નિયમ મુજબ કરાઇ છે
ફાયર બ્રિગેડમાં ફાયરમેનની જે ભરતી યોજાઇ હતી તેમાં કોઇ ગેરરીતિ કરાઇ નથી. સમગ્ર પ્રક્રિયામાં સ્ક્રૂટિની થયા પછી જ ભરતીના ઓર્ડર અપાયા છે. હાઇકોર્ટમાં રિટ થઇ હોવાની બાબત જાણમાં નથી પરંતુ ભરતી માટે જે ફિઝિકલ ટેસ્ટ યોજાઇ હતી તેની નિયમ મુજબ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. - ડો.નરેન્દ્ર મીણા, ડે.મ્યુ.કમિશનર

વહીવટી વિભાગ કરે છે
61 ફાયરમેનની ભરતી કરવામાં આવી છે. ભરતીની સમગ્ર પ્રક્રિયા કોર્પોરેશનના વહીવટી વિભાગ દ્વારા થતી હોય છે એટલે ઇન્ટર્વ્યૂમાં કેટલા લોકો આવ્યા હતા ω તેની મને કોઇ જાણ નથી. સમગ્ર પ્રક્રિયા કોર્પોરેશન દ્વારા જ થઇ છે અને હાઇકોર્ટમાં રિટ થઇ હોવાની બાબત મારા ધ્યાનમાં નથી. - દીપક ગુંજાલ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો