વેમાલી સહિતની TP સ્કિમમાં બિલ્ડરો સાથે વુડાની સાંઠગાંઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેર નજીકના ભણિયારા, સુખલીપુરા, કોટાલી, આમલીયારા અને વેમાલી ગામ સહિત પાંચ ગામોમાં વુડાએ આઇટી નોડ નાખી જાહેર કરેલી ટીપી સ્કીમમાં ફાઇનલ પ્લોટ ફાળવણીમાં બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરીને બિલ્ડરો દ્વારા એનએ કરવાની તજવીજ પર બ્રેક મારવા માટે સત્તાધીશોને લેખિતમાં રજૂઆતો કરી છે. પાંચ ગામોને એક કરીને ટીપી નાખી શકાય નહીં તેવો ખુલ્લો આક્ષેપ કર્યો છે.
 
બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જ ટીપી નાંખી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
 
શહેર કોંગ્રેસના સિનીયર ઉપપ્રમુખ શૈલેશ અમીને જણાવ્યું હતું કે, વુડા દ્વારા અામલીયારા,ભણિયારા,સુખલીપુરા,કોટાલી અને વેમાલી એમ પાંચ ગામમાં આઇટી નોડ જાહેર કરવામાં આવી હતી. આ આઇટી નોડમાં ટીપી સ્કીમ જાહેર કરીને ત્યાં ફાઇનલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં બિલ્ડરો સાથે મેળાપીપણુ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ખુલ્લો આક્ષેપ કરી તેમણે જણાવ્યું હતું કે,કાયદા વિરુધ્ધ મુખ્ય હાઇવે પર રોડ ટચ ખુબ જ કિંમતની પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી તો ખેડુતોને ગામમા ખરાબ જમીનોમાં પ્લોટો ફાળવી દીધા છે.
 
કોંગ્રેસે આક્ષેપ કરીને બિલ્ડરો દ્વારા એનએ કરવાની તજવીજ

આવા બિલ્ડરો વુડાના અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર કરી ફાળવાયેલા પ્લોટો પાછા ના જતા રહે તેવી કાયદાની છટક બારીમાંથી બચવા માટે તાત્કાલિક એન એ કરવાની તજવીજ કરી રહ્યા હોવાથી તેને અટકાવવાની માંગ કલેકટર, મ્યુ.કમિશનર, વુડા સીઇઓ, લાંચ રુશ્વત વિરોધી નિયામક સહિત સાત સત્તાધિકારીઓ પાસે કોંગ્રેસે લેખિતમાં કરી છે. આ રજૂઆતમાં શૈલેશ અમીને જણાવ્યું હતું કે,કાયદામાં પ્રસ્થાપિત નિયમો મુજબ જે ગામમાં ટીપી નાંખી હોય તેનો ફાઇનલ પ્લોટ પોતાના ઓકયુપન્સીવાળા પ્લોટની અંદર હોવી જોઇઅે અને ના મળે તો જ જે તે ગામમાં પોતાના પ્લોટની નજીક ફાળવણી કરવા પાત્ર છે.
 
પાંચ ગામોને એક કરી ટીપી સ્કિમ ન નાખી શકાય
 
પાંચ ગામોને એક કરીને ટીપી નાખી શકાય નહીં તેવો ખુલ્લો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ ગામોની ટીપી સામે ખેડુતોએ જે તે સમયે વિરોધ કર્યો હતો અને ખુરસીઓ પણ ઉછાળી હતી.આ ગામોમાં ટીપી  પહેલા ખેતીની જમીનનો ભાવ રૂા.40 પ્રતિ ચો.ફુટ હતો અને બિલ્ડરોએ તેની ખરીદી કર્યા બાદ તેનો ભાવ સીધો રૂા.3500 પ્રતિ ચોફુટે પહોંચી ગયો છે. આ પાંચેય ગામોની ટીપી જ શંકાસ્પદ હોવાથી તેની જમીનના એનએ માટેની માંગમાં પાલિકા અને વુડા સકારાત્મક અભિપ્રાય આપે નહીં અને તેમાં તેમનો વાંધો ગ્રાહ્ય રાખવાની માંગ પર ખાસ ભાર મૂકયો હતો.
અન્ય સમાચારો પણ છે...