ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં નવા ભૂવા પડવાનું શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરા શહેરમાં શુક્રવારે રાત્રે 3 ઇંચ વરસાદ વરસ્યા બાદ શનિ,રવિ બાદ સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદનો વિરામ રહ્યો હતો. જો કે, સોમવારે દિવસભર વાદળિયો માહોલ યથાવત્ રહેવા સાથે ભારે ઉકળાટ વર્તાયા બાદ હવાનું દબાણ ઘટવાથી રાત્રે હળવો વરસાદ વરસતાં શહેરીજનોને રાહત થઇ હતી.  હવામાન વિભાગે મંગળવારે પણ શહેરમાં વરસાદની આગાહી કરી છે.શહેરમાં શનિ-રવિ બાદ સોમવારે પણ વાદળિયો માહોલ યથાવત્ રહ્યો હતો. આ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 73 ટકા અને સાંજે 57 ટકા રહેતાં દિવસભર વર્તાયેલા  ઉકળાટથી પરસેવે રેબઝેબ થઇ પરેશાન થયા હતા. ઉકળાટભર્યા વાતાવરણમાં હવાનું દબાણ ઘટીને 997.3 મિલિબાર્સ થયું હતું.  જેથી વરસાદ થવાની શક્યતા વધી ગઇ હતી.
 
હવાનું દબાણ ઘટતાં સાંજે 7.30 વાગ્યાથી શહેર માથે કાળાંડિબાંગ વાદળો છવાયાં હતાં. આ દરમિયાન ભારે પવન ફૂંકાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારબાદ રાત્રે 8 વાગ્યાથી શહેરમાં હળવો વરસાદ શરૂ થતાં છેલ્લા 3 દિવસથી વરસાદની પ્રતીક્ષા કરી રહેલા શહેરીજનો ગેલમાં આવી ગયા હતા. સોમવારે રાત્રે શહેરમાં શરૂ થયેલા વરસાદથી દિવસભર ઉકળાટથી પરેશાન શહેરીજનોએ રાહતનો અહેસાસ કર્યો હતો.
 
વારસિયાના માર્ગ પર ભૂવો પડતાં લોકોને હાલાકી 
 
શહેરના વારસીયા વિસ્તચારમાં પડેલા ભૂવોને તાત્કાલીક રીપેર કરવાનુ કામ હાથ ધરવામાં આવ્યુ છે. જોકે આ કામ કેટલા લાખના ખર્ચે કરવામાંઆવ્યી રહ્યુ છે.તે અંગે વોર્ડનંબર -2ના ઇજનેરને જાણ નથી.વારસીયા વિસ્તારમાં શારદા સોસાયટી પાસે એક સપ્હથી પડેલા ભૂવાએ સ્થાનિક રહીશોને હેરાન કરી મૂક્યા છે. જ્યારે ચાર દરવાજા વિસ્તારને જોડતા આ મૂખ્યમાર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. અંદાજે 15 ફૂટ ઉડા ભૂવામાં બે ડ્રેનેજ લાઇન માટીથી ભરેલી નીકળી હતી. જ્યારે એક લાઇન તૂટેલી નીકળી હતી. 
 
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી વધુ વાંચો: સીસવામાં પાણીની લાઇન લીકેજ થતાં ઘરને નુકસાન
 
અન્ય સમાચારો પણ છે...