મારી સાથે સબંધ કેમ રાખતી નથી તેમ કહી પુત્રને બેટ માર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:  શહેરના અલકાપુરી વિસ્તારમાં પરિણીત યુવાને પોતાના ફ્લેટમાં રહેતી 47 વર્ષીય મહિલાને તું મારી સાથે કેમ સબંધ રાખતી નથી, તેમ જણાવી બોલાચાલી કર્યા બાદ મહિલાના પુત્રને બેટ વડે માર માર્યો હતો. આ બનાવમાં સામે પક્ષે યુવાનની પત્નીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ કરેલી અરજીની અદાવતમાં આ મહિલા અને તેના પુત્ર સહિત ત્રણ શખ્સોએ તેની સગીર પુત્રી સાથે અશ્લિલ ઇશારા કરી તેના પતિ સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે આ મામલે સામ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
 
મહિલાએ કરી પોલીસ ફરિયાદ
 
શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાએ પોલીસને જણાવ્યુ હતું કે તેના જ ફ્લેટમાં રહેતો પરિણીત યુવાન છેલ્લા પાંચ મહિનાથી તું મારી સાથે સબંધ કેમ રાખતી નથી તેમ જણાવી યેનકેન પ્રકારે સબંધ રાખવા દબાણ કરતો હતો. જો કે મહિલાએ આ યુવાનને સબંધ રાખવાનો ઇન્કાર કરતાં યુવાને તેને અપશબ્દ બોલી માર માર્યો હતો. આ બોલાચાલીની અદાવત રાખી મહિલાના પુત્રને બેટ વડે માર માર્યો હોવાનું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

પોલીસે તપાસ શરૂ કરી
 
સામે પક્ષે આ યુવાનની પત્નીએ પણ પોલીસમાં આ મહિલા અને તેના પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ કરી હતી. યુવાનની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિએ આ મહિલા સામે પોલીસમાં અરજી કરી હતી, જેની અદાવત રાખીને આ શખ્સોએ 13 વર્ષની પુત્રીને એકધારું જોઇ અશ્લિલ ચેનચાળાં કર્યા હતા અને તેને અને તેના પતિ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. પોલીસે આ મામલે સામ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...