અમે એકલા ઓડનગર નહીં બનાવી શકીએ : NA કન્સ્ટ્રક્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દોઢ વર્ષમાં માત્ર 25% કામગીરી પૂરી કરી
-જોઇન્ટ વેન્ચર ભાગીદારના જોડાવવા માટે મ્યુિનસિપલ કમિશનરને અરજ કરી

વડોદરા:હરણી વારસિયા રીંગ રોડ ખાતે આવેલ ઓડનગર વસાહતના 80 કુટુંબોના પુન:વસન માટે કોન્ટ્રાકટ ધરાવતા એન એ કન્સ્ટ્રક્શને એકલા હાથે પ્રોજેક્ટ પાર પાડી શકશે નહીં તેવી લાચારી વ્યકત કરતા વિવાદમાં નવો વળાંક આવ્યો છેહરણી વારસિયા રીંગ રોડ ખાતેના ઓડનગર નાળા પાસે ઓડનગર વસાહત આવેલી છે. આ જગા પર 80 કુટુંબો આશ્રિત છે અને તેમને સ્લમ પુન: વસન સ્કીમ હેઠળ ત્યાં જ મકાનો ફ્રીમાં ફાળવવાનો નિણય લેવામાં આવ્યો હતો.
જેની કામગીરી માટે અમદાવાદની એન એ કન્સ્ટ્રકશન દ્વારા રાજ્ય સરકાર સાથે જાન્યુઆરી 2011માં એમઓયુ કરવામાં આવ્યો હતો.ઓડનગર ખાતે ડીસેમ્બર 2015 સુધીમાં 80 મકાનો ધરાવતુ એક ટાવર ઉભુ કરવાની મુદત ઠરાવેલી છેપણ હજી સુધી માત્ર 25% કામગીરી પૂરી થઇ છે અને અમદાવાદના વિવાદ બાદ હાલમાં કામગીરી પર બ્રેક વાગી છે. આ સંજોગોમાં, મહાનગર સેવાસદને એન એ કન્સ્ટ્રક્શનના વડોદરા ખાતેના સરનામે ર્ટમિનેશન કેમ નહી કરવા તેવી ચેતવણી આપતી કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી છે.
આ નોટિસનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં એન એ કન્સ્ટ્રક્શનના વડોદરા ખાતેના વહીવટકર્તા કલ્પેશ શાહ બુધવારે મોડી સાંજે કેટલાક રહીશો સાથે સેવાસદન પહોંચ્યા હતા. જયાં તેમણે ઓડનગર પ્રોજેકટ એકલા હાથે પૂરો કરી શકશે નહીં તેવો લેખિતમાં મ્યુ.કમિશનરને સંબોધતો પત્ર જમા કરાવ્યો હતો. આ સંજોગોમાં, સેવાસદન જો તેમની માગ નહીં સ્વીકારે તો આખો પ્રોજેકટ ઘોંચમાં પડે અને લાભાથીઓને ભાડાથી વંચિત રહેવુ પડે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
એન.એ કન્સ્ટ્રક્શનની ઓડનગર ખાતેની ઓિફસમાં સાફ-સફાઇ કરવાના પગારના પણ નાણાં ચૂકવાયા નથી તેમજ ચાની લારીવાળાનો પણ બિલ બાકી પડે છે. આ સંજોગોમાં ઓડનગરના કેટલાક રહીશોએ અમોને મકાન નહીં મળે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને છોડીશું નહીં તેવી માર્મિક ચેતવણી પણ ઉચ્ચારી છે. જેથી આગામી દિવસોમાં આ મામલો વધુ વકરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે સેવાસદન આ અંગે શું નિર્ણય લે છે તેની પર મદાર રહેલો છે.
અન્ય સમાચારો પણ છે...