તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈષ્ણવાચાર્યા પૂ. ઇન્દરા બેટીજી મોડી રાત્રે નિત્યલીલામાં પધાર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: લાંબા સમયથી બિમાર વૈષ્ણવાચાર્યાપૂ.ઇન્દિરા બેટીજી (પૂ.જીજી)નું બે મહિનાની સારવાર બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગુરૂવારે મોડી રાત્રે નિધન થયું હતું. જેને પગલે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો. માંજલપુર વ્રજધામ મંદિરના સંસ્થાપક 78 વર્ષીય વૈષ્ણવાચાર્યા પૂ.ઇન્દિરા બેટીજી (પૂ.જીજી)ને 27 જુલાઇના રોજ હ્રદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે આજે સવારથી વ્રજધામ મંદીર ખાતે પૂ.જીજીના નશ્વર દેહના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.

સાંજે 5 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે
આજે શુક્રવારે સવારે 10 કલાકે માંજલપુર ખાતે આવેલ વ્રજધામ મંદિર ખાતે વૈષ્ણવાચાર્ય પૂ. ઇન્દીરા બેટીજી (પૂ.જીજી)ના નસ્વર દેહને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. બપોરે 3-30 કલાક સુધી પૂ.જીજીના અંતિમ દર્શન ખુલ્લા રાખવામાં આવશે. તે બાદ સાંજે 5 કલાકે નીજ મંદિરથી તેમની અંતિમ યાત્રા નીકળશે. અને મુજમહુડા ખાતે વિદ્યાવિહાર કુંજ પાછળ સ્મશાનમાં તેમના ઉત્તરાધિકારી પૂ. પ્રજરાજકુમારજી અંતિમ ક્રિયા સંપન્ન કરશે.
રાજકીય અગ્રણીઓએ અંતિમ દર્શન કર્યા
માંજલપુર ખાતે આવેલા વ્રજધામ મંદિર પરિસરમાં પૂ.જીજીનો નશ્વર દેહ અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. પૂ.જીજીના ઉત્તરાધિકારી વ્રજરાજકુમારજી મહારાજે અંતિમ દર્શન કર્યા હતા. આ ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોએ દર્શન કર્યા હતા. તે બાદ વૈષ્વવ પરિવારજનો માટે દર્શન શરૂ થયા હતા. મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબહેન ઠક્કર, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ), ચિરાગ ઝવેરી સહિત રાજકીય અગ્રણીઓ પૂ.જી.જી.ના અંતિમ દર્શન કર્યા હતા.
મેં મારી માતાની છત્રછાયા ગુમાવી: પૂ. વ્રજરાજકુમારજી
પૂ.જીજીના ઉત્તરાધિકારી પૂ. વ્રજરાજકુમારજીએ જણાવ્યું કે, આજે મેં મારી માતાની છત્રછાયા ગુમાવી છે. ગત ગુરૂવારે રાત્રે પૂ.જીજી દેવલોક થતાં સમગ્ર વૈષ્ણવ સંપ્રધાય ઘેરાશોકમાં ઘરકાવ થઇ ગયો છે. પૂ.જીજી આજે આપણી વચ્ચે નથી. પરંતુ, તેમની કથા, કવિતાઓ હંમેશા માનવતાની સુવાસ ફેલાવતી રહેશે. 500 વલ્લભકુળના ઇતિહાસમાં પૂ. જીજીનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેઓ ધરતી ઉપર પ્રભુએ સોંપેલું કાર્ય પૂરું કરવા માટે જ પધાર્યા હતા અને તેઓએ માનવતાનું કાર્ય પૂરું કર્યું છે.
શું કહે છે નાના ભાઇ?
નાના ભાઇ ગોસ્વામી ચંદ્રગોપાલજી મહારાજે જણાવ્યું કે, વર્ષો પહેલાં અમે અમોને જન્મ આપનાર માતા ગુમાવી હતી. આજે પુનઃ અમે માતાની છત્રછાયા ગુમાવી છે. આજે અમે માતા વગરના થઇ ગયા. પૂ.જીજી માત્ર વૈષ્ણવાચાર્ય ન હતા તેઓ અમારા પરિવારના એક મુર્ધન્ય અને બધાની માતા હતા. તેઓએ દરેક વ્યક્તિ માટે માતૃત્વ વાત્સલ્ય પૂરું પાડ્યું છે. પૂ.જીજીની ખોટ અમને સદાય પડશે.
ભાઇઓમાં સૌથી નાના ભાઇ ગોસ્વામી પ્રભુજી મહારાજે જણાવ્યું કે, પૂ.જીજીનો જન્મ માનવ કલ્યાણ માટે જ થયો હતો. તેઓ હંમેશા માનવ સર્જિત અને કુદરતી આપત્તીઓમાં સેવાકીય પ્રવૃત્તીઓ કરવા માટે અગ્રેસર રહ્યા છે. તેઓએ શૈક્ષણિક અને સામાજિક સેવાકીય પ્રવૃત્તીમાં પણ યોગદાન આપ્યું છે. આજે મારી મોટી બહેન કે વૈષ્ણવાચાર્ય નહિં પરંતુ, મારી માતા ગુમાવી છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, વૈષ્ણવાચાર્યો અને વૈષ્ણવ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા...