• Gujarati News
  • Vadodara's Suraj Pasari Collected 800 Matches Box Label Inspiration By Rajaravivarma Latest News

વડોદરા:રાજા રવિવર્માની પ્રિન્ટ્સથી પ્રેરણા લઈ 800 મેચબોક્સનાં લૅબલ્સ ભેગા કર્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:તમામ દિવાસળી યૂઝ થઈ ગયા પછી લોકો બોક્સ ફેંકી દેતા હોય છે. પણ, સૂરજ પસારી 20 વર્ષોથી આવા લૅબલ્સ સાચવી રાખે છે. તેમની પાસે 80 વર્ષ જૂના મેચ બોક્સથી લઈને લેટેસ્ટ ડિઝાઈનના મેચ બોક્સિસ પણ છે. તેમના કલેક્શનમાંં ભારતમાં છપાયેલી યુનિક મેચ બોક્સિસ ઉપરાંત 5 દેશોની મેચબોક્સના લૅબલ્સ છે.કોઇન્સ અને એન્ટિક્સના કલેક્શનનો શોખ ધરાવતા શહેરના સૂરજ પસારીએ આ કલેક્શન હૈદરાબાદના એક કલેક્ટર પાસેથી નેશનલ એક્ઝિબિશનમાંથી મેળવ્યું હતું. કલેક્શનમાં 800 જેટલા લૅબલ્સ છે.

-બિઝનેસમેન સૂરજ પસારીએ છેલ્લાં 20 વર્ષમાં ભારત ઉપરાંત અન્ય પાંચ દેશોમાં બનાવેલાં મેચબોક્સનાં લૅબલ્સનું કલેક્શન કર્યું છે.
આ લૅબલ્સ જાપાન, ઓસ્ટ્રેલિયા, લંડન, સ્વિડન અને યુનાઇટેડ સ્ટેટ્સની મેચબોક્સના છે. તેમજ કેટલાક ઇન્ડિયન બ્રાન્ડની મેચબોક્સ પણ છે. આ કલેક્શનની સૌથી ખાસ બાબત જાપાનનાં મેચબોક્સ છે. જેમાં રાજા રવિવર્માના પેઇન્ટિંગ્સની પ્રિન્ટ્સ છે. ઉપરાંત ઇન્ડિયન મહારાજાના ચિત્રોવાળી મેચબોક્સ પણ છે. જાપાનની આ સીરિઝમાં ગાયકવાડ ઓફ બરોડાનું પણ લેબલ છે અને આ લૅબલના લીધે વડોદરાના કલેક્ટર માટે આ કલેક્શન ખાસ બની ગયું.
સૂરજ પસારી 20 વર્ષોથી બરોડા વિષય પર કોઇન્સ અને એન્ટિક્સ ચીજવસ્તુઓનું કલેક્શન કરે છે. આ કલેક્શન કરવાનું તેમનું અગાઉથી કોઈ પ્રયોજન ન હતું, પરંતુ રાજા રવિવર્માના ચિત્રોની અને ઓલિયોગ્રાફ્સની પ્રિન્ટ્સ મેડ ઇન જાપાનના મેચબોક્સ પર જોઇને તેમણે આ કલેકશન મેળવવા માટે કવાયત હાથ ધરી હતી. કલેક્શનમાંના લેબલ્સ 1937 સુધીના છે
સૂરજ પસારી
એજ : 43,
એજ્યુકેશન : ધોરણ-12
હોબી : રીડિંગ

આગળની સ્લાઈડ્સમાં વાંચો,આ છે કલેક્શનમાંના ખાસ લૅબલ્સ,વડોદરા કનેક્શન....