વડોદરાના યુવાને અમેરિકામાં રૂ.1.5 કરોડનું પેકેજ છોડીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
 
વડોદરા:સિટીનાં યુવાન રૂચિત માતલીયાએ યુએસમાં 1.5 કરોડનાં પેકેજ વાળી જોબ છોડી સ્ટાર્ટઅપ પ્રવૃત્તિમાં પગલું માંડ્યું છે. રૂચિત માતલીયાએ યુએસમાં 15 વર્ષ સુધી જોબ કરી હતી.  મેટા ફેસ્ટ અંતર્ગત સ્ટાર્ટઅપ પીચીંગ સેશનમાં સિટીનાં સ્ટાર્ટઅપ્સે પોતાના અનુભવો સ્ટુડન્ટ્સ સાથે શેર કર્યાં હતા. સ્ટાર્ટઅપ પીચીંગમાં વાતચીત દરમિયાન પરેશ હરિભક્તિએ જણાવ્યું હતું કે, મેં ટેકનોલોજી ફેકલ્ટીમાંથી જ ગ્રેજ્યુએશન કર્યું હતું. 
 
જી.એસ.એફ.સી.માં 15,000 રૂપીયાનાં માસિક પગાર સાથે નોકરી ચાલુ કરી હતી. પરંતુ નોકરીમાં ઘણી વખત કામથી સંતોષ થતો નહોતો. તેથી 1999માં નોકરી છોડી સ્ટાર્ટઅપ કરવનાનું વિચાર્યું હતુ. શરૂઆતમાં તકલીફ ઘણી આવી હતી. પરંતુ નવું કરવાની અપેક્ષા વધારે હતી. તેથી આજે મારી કંપનીમાં 100 લોકો કામ કરે છે. ભારતમાં સ્ટાર્ટઅપ કરવાનો ગર્વ અનુભવુ છું.
 
ટેકનોલોજી ફેકલ્ટીમાંથી જ ગ્રેજ્યુએશન કર્યું
 
સ્ટાર્ટઅપ પીચીંગમાં વાતચીત દરમિયાન પરેશ હરિભક્તિએ જણાવ્યું હતું કે, મેં ટેકનોલોજી ફેકલ્ટીમાંથી જ ગ્રેજ્યુએશન કર્યું હતું. જી.એસ.એફ.સી.માં 15,000 રૂપીયાનાં માસિક પગાર સાથે નોકરી ચાલુ કરી હતી. પરંતુ નોકરીમાં ઘણી વખત કામથી સંતોષ થતો નહોતો. તેથી 1999માં નોકરી છોડી સ્ટાર્ટઅપ કરવનાનું વિચાર્યું હતુ. શરૂઆતમાં તકલીફ ઘણી આવી હતી. પરંતુ નવું કરવાની અપેક્ષા વધારે હતી.
 
વિકાસ માટે જોબ છોડી, ફાર્મિંગ ટેકનોલોજી સ્માર્ટ હોમ જેવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યુ
 
રૂચિત માતલીયાએ સ્ટાર્ટઅપ પીચીંગ દરમિયાન જણાવ્યું હતું કે, ટેકનોલોજી ફેકલ્ટીમાં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યાં બાદ યુએસમાં 15 વર્ષ જોબ કરી હતી. જ્યાં 1.5 કરોડનું પેકેજ મળતું હતું. પરંતુ દેશમાં ડેવલપમેન્ટ લાવવા માટે કંઇક કરવાની ઇચ્છા હતી. જેથી 2016માં સિટીમાં આવી ફાર્મિંગ ટેકનોલોજી અને સ્માર્ટ હોમ જેવા પ્રોજેક્ટ પર કામ ચાલું કર્યું છે. મારી વાઇફ યુએસમાં એચ.આર. ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છે. જેથી સ્ટાર્ટઅપમાં પણ તેણી મદદરૂપ બનશે.
અન્ય સમાચારો પણ છે...