તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 રાઇડર્સની વડોદરા ટુ લંડન જર્નીઃ 80 દિવસમાં ફરશે 18 દેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઃ વર્તમાન સમયમાં જ્યારે બાઇક રાઇડિંગનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે શહેરના અનેક લોકો સુપર બાઇક લઈને હિમાલય, લેહ-લદ્દાખ અને દેશના વિવિધ ખૂણામાં બાઈક રાઇડિંગ દ્વારા રોમાંચક સફર કરે છે. પરંતુ શહેરના કુમાર શાહે આનાથી એક સ્ટેપ આગળ વધીને લંડન સુધીની જર્ની કરશે. તેઓ 10 રાઇડર્સ સાથે 15 જૂન, 2017થી વડોદરાથી લંડન સુધીની 15 હજાર કિમીની સફર કુલ 18 દેશોમાંથી પસાર થઇને મોટરસાઇકલ પર કરશે. આ સફર કુલ 80 દિવસનો રહેશે. સોશિયલ મીડિયા પર એક્સ્પેડિશન વિશેની પોસ્ટ કુમાર શાહે શેર કરી માહિતી આપી હતી. જર્નીમાં અત્યાર સુધી 6 રાઈડર્સ જોઇન થયા છે. જેમાં એક આણંદ શહેરનો દિવ્યાંગ વ્યક્તિ રાહુલ અમીન પણ જોડાવાના છે. સાથે અમદાવાદનો એક રાઇડર અને શહેરના 2 રાઇડર ટ્રીપમાં પાર્ટ લેવાના છે. કુમાર શાહે જણાવ્યું હતું કે, ફિઝિકલ સ્ટ્રેન્થ સાથે મેન્ટલ સ્ટ્રેન્થ ખૂબ આવશ્યક છે. ટ્રાવેલમાં દરેક રાઇડરનો ખર્ચો આશરે 12 લાખ રૂપિયા છે.
ઉઝબેકિસ્તાનમાં મેજર પ્રોબેલ્મ થાય છે
દરેક દેશોમાં વાતાવરણ અને કાયદાઓ ઘણા કઠીન હોય છે. સૌથી વધારે મુશ્કેલીઓ ઉઝબેકિસ્તાન દેશમાં આવે છે. કારણ કે ત્યાં 600 કિ.મી. રણ છે. તેથી સતત 4 દિવસ જેટલી જર્ની રણમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાંનું તાપમાન આશરે 43 થી 45 સેલ્સિયસ જેટલું હોય છે. અને ત્યાં પૂરતી ખાવા-પીવાની સગવડ પણ નથી. રોડ પણ ઘણા તૂટેલા છે. સાથે રશિયામાં મોટરસાયકલ ગેંગનો વધારે ખોફ છે. ત્યાં તમને લૂંટી લેવાની સંભાવના પણ ઘણી હોય છે.
કઇ બાઇક લઇને કરશે રાઇડીંગ, કેટલુ વજન સાથે લઇ જશે, વાંચવા માટે ફોટો બદલો.
અન્ય સમાચારો પણ છે...