તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા: સ્વિચ એક્સપોમાં ઇનોવેશનના 70 પ્રોજેક્ટ્સ, MSUનો એક પણ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરાના આંગણે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્વિચ એક્સ્પો યોજાઇ રહ્યું છે અને તેમાં ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી સમિટમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 1800 અરજી આવી હતી પણ વડોદરાની જ કહેવાતી વિશ્વ વિખ્યાત એમ એસ યુનિવર્સિટીએ તેના માટે રસ જ દાખવ્યો નથી.

ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સમિટમાં ભાગ લેવા માટે દેશભરમાંથી 1800 અરજી

રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરાના આંગણે પ્રથમ વખત સ્વિચ એકસ્પો 8.60 લાખ ચોરસફૂટમાં યોજાનાર છે. એકસ્પોમાં ઇનોવેટિવ પ્રોજેક્ટસ વિશ્વભરના લોકોની નજર પડે તે માટે દેશભરમાંથી એપ્લિકેશન મંગાવી હતી અને તેના માટે 1800 લોકોએ રસ દાખવ્યો હતો. જેટકોના એમડી નેગીએ જણાવ્યું હતું કે, તા.6 થી 10 ઓકટોબર સુધી સ્વિચ ગ્લોબલ એકસ્પોમાં જુદા જુદા 1800 પ્રોજેક્ટસનું આલેખન કરતા ઇનોવેટિવ પ્રોજેક્ટસની અરજીમાંથી વિવિધ માપદંડોના આધારે 70ની પસંદગી કરાઇ છે. જેમાં, 39 પ્રોજેક્ટ ગુજરાતના છે અને બાકીના અન્ય રાજ્યોમાંથી આવેલા છે.મ.સ.યુનિ.ના કેટલા પ્રોજેકટની પસંદગી થઇ છે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, મ.સ.યુનિ.એ યુનિવર્સિટીએ અરજી જ કરી નથી.

મારા ડેસ્ક સુધી પહોંચ્યું નથી

સ્વિચ એકસ્પોમાં ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કરવાની બાબત મારા ડેસ્ક સુધી પહોંચી નથી અને અાવી બાબતો રજિસ્ટ્રાર લેવલથી હેન્ડલ થતી હોય છે પરંતુ ઇનોવેટિવની બાબત સારી છે પણ મારા સુધી જાણકારી આવી નથી. - પ્રો.પરિમલ વ્યાસ, વીસી,મ.સ.યુનિ.

અમને જાણકારી આપી નથી

સ્વિચ એકસ્પોમાં પ્રોજેક્ટ માટે અમને કોઇ જાણકારી અપાઇ નથી.મેં ઇમેલ ચેક કર્યા છે અને ટેકનોલોજી ફેકલ્ટીમાં ક્રોસ ચેક કર્યું છે. પરંતુ અમને ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કરવાની કોઇ સૂચના મળી નથી.ં સ્વિચ એકસ્પો નિહાળવા માટે અધ્યાપકો -વિદ્યાર્થીઓ જશે. - નીરજા જયસ્વાલ, રજિસ્ટ્રાર,મ.સ.યુનિ.
આગળની સ્લાઇડમાં વાંચો, વાયરલેસ પાવર ટ્રાન્સફર: વાયર વગર લાઇટ ચાલશે....
અન્ય સમાચારો પણ છે...