તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: CM રૂપાણી 38 વાહનોનો કાફલો લઇને નીકળતા ઠેર ઠેર ટ્રાફિક જામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરા: ગણેશોત્સવ દરમિયાન શ્રીજી દર્શન માટે વડોદરા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની વડોદરાની પહેલી મુલાકાત ધાર્મિક ટુરિઝમ પુરવાર થઇ હતી. વિવિધ દસ-દસ સ્થળોએ 38 ગાડીઓના કાફલા સાથે શ્રીજી દર્શન માટે પહોંચેલા મુખ્યમંત્રીના રસાલાને કારણે ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતાે. વિજય રૂપાણી શનિવારે બપોરે 3.30 કલાકે ધર્મપત્ની અંજલિબહેન સાથે આવી પહોંચ્યા હતા.

સૌ પ્રથમ કોઠીપોળ જૈન દેરાસરમાં દર્શન કર્યાં હતા. ત્યારબાદ બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૈષ્ણવાચાર્યા પૂ.ઇન્દિરા બેટીજી(પૂ.જીજી)ની ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા. જ્યાં પૂ.વ્રજરાજકુમારજી સાથે મુલાકાત કરી પૂ.જીજી જલ્દી સાજાં થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ અકોટા ખાતે પહોંચી જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે સત્સંગ કર્યો હતો. સાંજે 7 કલાકથી વિવિધ વિસ્તારોમાં 10 ગણેશ મંડળો દ્વારા સ્થપાયેલા શ્રીજીનાં દર્શન કર્યા હતા. આમ, તેમની મુલાકાત ધાર્મિક ટુરિઝમ પુરવાર થઇ હતી.

CM રૂપાણી 38 વાહનોનો કાફલો લઇને નીકળતા ઠેર ઠેર ટ્રાફિક જામ, વધુ તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો