તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: સિદ્ધેશ્વર ગ્રૂપ પાસેથી રૂા.20.50 કરોડનું કાળું નાણું મળ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: વડોદરા ઇન્કમટેક્સ વિભાગની ટીમે ગઇકાલે શહેરના કલાલી, હરણી, ન્યૂ કારેલીબાગ-સયાજીપુરા તથા વાઘોડિયા-ડભોઇ રિંગ પર સિદ્ઘે્ેશ્વર હાર્મની, હોમ્સ, હેવન, હેરિટેજ, હાર્બર અને હાઇટ્સથી વધુ વિવિધ ફ્લેટ-ડુપ્લેક્સની ઓફિસ પર હાથ ધરેલા સરવેમાં 20.50 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. તો બીજી બાજુ એક જ બિલ્ડર પાસેથી 20.50 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાતાં જ શહેરના અન્ય બિલ્ડર ગ્રૂપમાં પણ સરવે-સર્ચની થનારી કામગીરીને લઇને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ITના 40 ઓફિસરોની ટીમે બિલ્ડર ગ્રૂપની આઠથી વધુ સાઇટોની ઓફિસ પર સરવે કર્યો

આવકનો લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વડોદરા ઇન્કમટેક્સ વિભાગે શહેરના કલાલી, ન્યૂ કારેલીબાગ-વીઆઇપીરોડ, હરણી, વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર સિદ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપના નામથી સિદ્ધેશ્વર હાર્મની, હબ, હોમ્સ, હાઇટ્સ, હેવન, હેરિટેજ, હેલિરિયસ અને હાર્બર જેવી આઠથી વધુ લકઝુરિયસ ફ્લેટ-ડુપ્લેક્સની સાઇટની ઓફિસ પર 40 ઓફિસરોની ટીમ ઉતારીને સરવેની કામગીરી હાથ ધરી હતી. બે દિવસ સુધી સતત ઓફિસરોએ હિસાબી ચોપડા અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરીને રૂપિયા 20.50 કરોડનું કાળું નાણું ઝડપી પાડ્યું હતું. બિલ્ડરને ત્યાંથી રૂપિયા 20.50 કરોડનું બેનામી કાળું નાણું ઝડપાતાં જ શહેરની અન્ય બિલ્ડર લોબીમાં પણ ભારે ખળભળાટ મચી ગયો હતો.

ફ્લેટ-ડુપ્લેકસના બુકિંગના 20-40 ટકા રકમ ઓન મની તરીકે લઇ હિસાબોમાં ન દર્શાવ્યા

સિદ્ધેશ્વર-ન્યાયલકરણ ગ્રૂપે પાસેથી રૂપિયા 20.50 કરોડનું કાળું નાણું ઝડપાયા બાદ આઇટીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સિદ્ધેશ્વર ગ્રૂપ બુકિંગ રકમ અને ફ્લેટ-ડુપ્લેકસને ખરીદતી વખતે 20-40 ટકા રકમ ઓન મની તરીકે લીધી હતી. જેની રકમ તેમણે હિસાબમાં દર્શાવી નહોતી અને આ બાબત વાંધાજનક દસ્તાવેજોમાંથી બહાર આવી છે. ચાલુ વર્ષની આવક હોઇ પેનલ્ટી લાગી નથી. પરંતુ બિલ્ડરે 30.09 ટકા ટેક્સ ભરવો પડશે.

બિલ્ડર-જવેલર્સ ગ્રૂપ પર હવે સર્વે-સર્ચની તપાસ વધશે

લાખો-કરોડો રૂપિયાની તગડી આવક છતાં પણ શહેરના બિલ્ડર અને ઝવેલર્સ પોતાના હિસાબોમાં રોકડના વ્યવહારો અને બેનામી હિસાબોની નોંધ ન કરતાં હોવાનું ઇન્કમટેકસ વિભાગના ધ્યાને આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગે આવા બિલ્ડર અને જવેલર્સ લોબીના અગ્રણીઓનું લીસ્ટ બનાવીને તેમના તમામ વ્યવહારો પર વોચ ગોઠવીને સર્વે-સર્ચની કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ઇન્કમટેક્સ વિભાગ આવનાર દિવસોમાં સર્વે-સર્ચની કામગીરીને વધુ ઝડપી બનાવીને કાળાનાણાંનો પર્દાફાર્શ કરશે.

અંકલેશ્વરમાં અનાજના વેપારીને ત્યાં સર્વેની કામગીરી

ઇન્કમટેક્સ વિભાગની ભરૂચ ઓફીસના અધિકારીઓએ અંકલેશ્વરના વાલીયા ચોકડી પાસે જથ્થાબંધ અનાજના વેપારી વર્ધમાન ટ્રેડર્સને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરતાં અન્ય વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આઇટીના ઓફીસરોએ હિસાબી ચોપડાં અને અનાજ ખરીદ-વેચાણના આંકડા સહિતના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. એક ટીમે વર્ધમાન ટ્રેડર્સના જ નેત્રંગ ખાતે મીલમાં પણ સર્વે હાથ ધરીને હિસાબી ચોપડાંની ચકાસણી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો