વડોદરા:પોલીસ સ્ટેશનમાં લોકઅપ કવર થાય તે રીતે CCTV મૂકાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
- જાહેર હિતની અરજીના પગલે અદાલતે કરેલા આદેશ મુજબ કાર્યવાહી કરાઇ ન હતી, હવે શરૂ કરાઇ
વડોદરા:અલગ અલગ ગુનામાં અટકાયત કે, પછી ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પર પોલીસ અત્યાચાર ગુજારતી હોવાની એક જાહેરહીતની અરજીના સંદર્ભમાં અદાલતે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં લોકઅપ કવર થાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવાનો આદેશ કરતાં હાલ વિવિધ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કમેરાઓ ગોઠવવામાં આવ્યાં છે.
જો કે, મોટાભાગના પોલીસ સ્ટેશનમાં લોકઅપ કવર થાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરાઓ ગોઠવાયા ન હોવાના કારણે વડોદરા શહેર પોલીસે તમામ પોલીસ સ્ટેશનમાં લોકઅપને કરવ કરે તે રીતે સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અદાલતે અગાઉ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરાઓ ગોઠવવા માટેનો આદેશ કર્યા બાદ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં કેમેરાઓ લગાવવાનું શરૂ કર્યું છે અને તેના ભાગ રૂપે વડોદરા શહેર પોલીસે પણ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવાનું શરૂ કર્યુ હતું. વડોદરા શહેરમાં તાજેતરમાં બે નવા પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યાં બાદ હાલ પોલીસ સ્ટેશનની સંખ્યાં 19 પહોંચી છે.
પોલીસ સ્ટેશનમાં અત્યાચાર અટકશે
પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પર અત્યાચાર થતો હોવાની ફરિયાદો થાય છે ત્યારે પોલીસ સ્ટેશનમાં લોકઅપને કવર થાય તે રીતે સી.સી.ટી.વી. લગાવાય તો આરોપીઓ પરના અત્યાચાર અટકાવી શકાશે. આ ઉપરાંત લોકઅપમાં રાખવામાં આવેલા આરોપીને લોકઅપમાંથી ક્યારે બહાર લવાયો અને તેને કેટલો સમય બહાર રખાયો તેની જાણકારી મળશે.

ઝડપથી કામગીરી પૂરી કરવામાં આવશે
શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કેમેરાઓ લોકઅપને પણ કવર કરશે અને કામગીરી વહેલી પુરી થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. - લીના પાટીલ, ડી.સી.પી. ઝોન-1
અન્ય સમાચારો પણ છે...