તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: પારુલ યુનિ. દુષ્કર્મ કેસમાં ડૉ.જયેશ પટેલ સામે 5568 પેજની ચાર્જશીટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: પારુલ યુનિ.ના તત્કાલીન પ્રમુખ ડો.જયેશ પટેલ સામે વિદ્યાર્થિનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ ચકચારી કેસમાં પોલીસે ડો.જયેશ પટેલ તેમજ રેક્ટર ભાવના ચૌહાણની ધરપકડ કરી હતી. ગુનો નોંધાયાના 90 દિવસમાં તપાસ અધિકારીએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવાની હોય છે ત્યારે આજરોજ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.એ વાઘોડિયા જ્યુ.મેજિ.ની અદાલતમાં 5568 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં બન્ને આરોપીની ધરપકડ થઇ ગઇ હોવાનું અને તેમાં 125 સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે.

પારુલ યુનિ.ના વડા ડો.જયેશ પટેલ સામે દુષ્કર્મ કેસ

નર્સિંગની વિદ્યાર્થિનીએ તા.18 જૂન 2016ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પારુલ યુનિ.ના વડા ડો.જયેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં આ ફરિયાદના પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ફરિયાદમાં આરોપી તરીકે હોસ્ટેલનાં રેક્ટર ભાવના ચૌહાણનું પણ નામ આપવામાં આવ્યું હતું. જે તે સમયે બનાવની તપાસ વાઘોડિયા પોલીસ દ્વારા શરૂ કરાઇ હતી. ફરિયાદના છ દિવસ બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા ભાવના પટેલની 19 જૂનના રોજ અને આરોપી ડો.જયેશ પટેલની તા.22 જૂનના રોજ ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે 81 દિવસમાં ચકચારી કેસની ચાર્જશીટ રજૂ કરી

પોલીસ ધરપકડ બાદ આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ બન્ને આરોપી હાલ જેલમાં છે ત્યારે પી.આઇ. ચૌધરીએ આજરોજ ફરિયાદના 81મા દિવસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ 5568 પેજનું હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમાં 125 સાક્ષીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં સાયન્ટિફિક પુરાવાઓ તેમજ ડી.એન.એ.મેચ થતો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જિલ્લા પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ કેસમાં આરોપીઓ બચી ન શકે તે માટે કેસમાં ત્રણ સાક્ષીઓનાં 164 મુજબ નિવેદનો લેવાયા છે.
આગળની સ્લાઇડ્સમાં વાંચો જયેશ પટેલ સામે ક્યા મજબૂત પુરાવાઓ છે?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો