વડોદરા: જિગર જૂથનો અમિટ વિજય, ડોનર્સ કેટેગરીની બંને બેઠકો જીતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠાભરી ડોનર્સ કેટેગરીની બે બેઠકો માટે આજે યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી જૂથના જિગર ઇનામદાર અને મયંક પટેલે પોતાના પ્રતિસ્પર્ધી તથા ભાજપ-સંકલન સમિતિના ઉમેદવારો વ્રજેશ પટેલ અને પ્રતાપ ભોઇટેને 30 મતોથી કારમી હાર આપીને ભવ્ય વિજય મેળવતાં જ યુનિ.ના રાજકારણમાં પુન: સત્તાધારી જૂથનો દબદબો હાંસિલ કર્યો છે.
 
મ.સ. યુનિ.ના રાજકારણમાં ડોનર્સ કેટેગરીની ચૂંટણી પ્રતિષ્ઠાસભર ગણાય છે. જેમાં આજે ડોનર્સ કેટેગરીની બે બેઠકો માટે સરકાર દ્વારા માન્ય સત્તાધારી જૂથના અગ્રણી જિગર ઇનામદાર અને મયંક પટેલની સામે ભાજપ-સંકલન સમિતિના ઉમેદવારો વ્રજેશ પટેલ અને પ્રતાપરાવ ભોઇટે વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં બપોરે 1 થી 3 દરમિયાન યોજાયેલા મતદાનમાં 130 મતદારો પૈકી 102 મતદારોએ વોટિંગ કરતાં જ 80 ટકા જેટલું વોટિંગ થયું હતું. બપોરે 3.30 વાગે મતોની હાથ ધરાયેલી ગણતરીમાં સત્તાધારી જૂથના જિગર ઇનામદારે 66 મતો અને બિલ્ડર મયંક પટેલે 63 મતો મેળવ્યા હતા. જ્યારે ભાજપ-એબીવીપી-શૈક્ષિક સંઘની સંકલન સમિતિના ઉમેદવારો વ્રજેશ પટેલે 41 મતો અને પ્રતાપરાવ ભોઇટેએ 30 મતો મેળવતાં સંઘ પ્રેરિત જૂથની કારમી હાર થઇ હતી.
 
અમિત ભટનાગર વિજયના મુખ્ય સૂત્રધાર રહ્યા
 
ડોનર્સ કેટેગરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં સત્તાધારી જૂથ જિગર ઇનામદાર અને મયંક પટેલને જીતાડવામાં વડફેસ્ટના અગ્રણી અમિત ભટ્ટનાગર મુખ્ય સૂત્રધાર સાબિત થયા છે. યુનિવર્સિટીના રાજકારણમાં પહેલી જ વખત અમિત ભટ્ટનાગર અને તેમના જૂથે સીધે સીધી રીતે ભાજપ-સંકલન સમિતિ સામે બાથ ભીડી હતી.  હજૂરિયા-ખજૂરિયાના વિવાદમાં ધારાસભ્યોને જેવી રીતે રાખવામાં આવ્યા હતા, તેવી જ રીતે સત્તાધારી જૂથના ઉમેદવારોને જીતાડવા માટે અમિત ભટ્ટનાગર-અમિત પટેલે પોતાના 47 સભ્યોને ઉમેદવાર મયંક પટેલની અલકાપુરી ખાતે આવેલી અરુણોદય સોસાયટી ખાતે 12 વાગે જ એકત્રિત કરીને જ સીધા જ યુનિ.ની હેડ ઓફિસ ખાતે લઇ જઇને મતદાન કરાવી દીધું હતું. જે નિર્ણાય બન્યું હતું. 
 
મળેલા મતો - જિગર ઈનામદાર | 66 }મયંક પટેલ|63 }વ્રજેશ પટેલ| 41 }પ્રતાપરાવ ભોઈટે| 30
 
આગળની સ્લાઇડમાં વાંચો,શિષ્યે ગુરુને હરાવ્યા...
અન્ય સમાચારો પણ છે...