વડોદરા: મનનનો વિશ્વના ટોપ-100 હેકર્સનીમાં સમાવેશ, માઇક્રોસોફટે આપ્યું હતું ઇનામ

Dhiraj Thakor

Dhiraj Thakor

Feb 27, 2016, 02:13 AM IST
Vadodara Manan Shah Name included in the list of the world's top 100 hackers News
(મનન શાહ, એથીંકલ હેકર્સ અને વિશ્વના ટોપ-100 હેકર્સનો સભ્ય.)
વડોદરા: માઇક્રોસોફટ કંપનીએ તાજેતરમાં જ માઇક્રોસોફટ સિક્યુરીટી રિન્પોન્સ સેન્ટર (એમએસઆરસી) દ્વારા વિશ્વના ટોપ-100 એથીંકલ હેકર્સની યાદીમાં વડોદરાના શહેરના 22 વર્ષીય યુવાન મનન શાહનો પણ સમાવેશ કર્યો છે. એમએસઆરસીએ માઈક્રોસોફ્ટ ડાયનામિક્સ પર ડોક્યુમેન્ટ ઓબજેક્ટ મોડલ (ડોમ) આધારિત ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટીંગની નબળાઇ-બગ્સને શોધી કાઢવા બદલ મનન શાહને ઇનામ અપાયું હતું.
- મનનનો વિશ્વના ટોપ-100 હેકર્સની યાદીમાં સમાવેશ
- ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગની નબળાઇ-બગ્સને શોધી કાઢવા માટે માઇક્રોસોફટે 1000 ડોલરનું ઇનામ આપ્યું હતું
શહેરના અલકાપુરીમાં રહેતા અને છેલ્લા કેટલાય વર્ષથી સાયબર સિક્યુરીટી સાથે સંકળાયેલા મનન શાહે ગત વર્ષે માઇક્રોસોફટ ડાનામિક્સ પર ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ (ડોમ) આધારિત ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટીંગની નબળાઇ-બગ્સને શોધી કાઢી હતી. બગ્સ શોધી કાઢવા માટે માઇક્રોસોફેટ ગત ડિસેમ્બરમાં મોસ્ટ વેલ્યુઅબલ પ્રોફેશનલ એવોર્ડ પણ આપ્યો હતો. મનન શાહે માઇક્રોસોફટની અંદર ઘણા ડોમ આધારિત એક્સએસએસ અહેવાલ છે, તેમને મોટા ભાગના આવા sitecatalyst અને riotracking સ્ક્રિપ્ટો, કારણ કે તેઓ ઘણી વાર કેટલાક સંવેદનશીલ સ્રોતો અને માધ્યમો દાખલ તરીકે અનેક ટ્રેકિંગ સ્ક્રિપ્ટો અંદર ફિલ્ટરિંગ - sanitization ઇનપુટ અભાવે હતા તેને શોધી કાઢ્યા હતા.
આ એજ ટ્રેકિંગ સ્ક્રિપ્ટ કે DOM આધારિત એક્સએસએસ હુમલા માટે સંવેદનશીલ હોય છે. જેને મળ્યાં બાદ માઇક્રોસોફટ ડોમેન્સને પણ તેને દૂર કરવા માટે એક વર્ષથી પણ વધુ સમય લાગ્યો હતો. સમગ્ર દેશમાંથી 6 થી 7 જેટલા જ સાયબર સિક્યુરીટી અને એથીંકલ હેકીંગનું કામ કરતાં વિશ્વના ટોપ-100 હેકર્સના નામની યાદીમાં સમાવેશ થયો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદના નિખિલ શ્રીવાસ્તવ- સન્ની વાઘેલા તેમજ વડોદરાના મનન શાહનો વિશ્વ ટોપ-100 હેકર્સને સ્થાન મળ્યું છે.
બગ્સને શોધવી તે મોટી ચેલેન્જ હતી
માઇક્રોસોફટ ડાઇનામિક્સમાં ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટીંગ નબળાઇ-બગ્સને શોધવી તે ઘણી જ ચેલેન્જીંગ બાબત હતી. માઇક્રોસોફટ મીટીગેશન બાયપાસ બાઉન્ટી અને સંરક્ષણ માટે બાઉન્ટીનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેમાં ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટીંગ નબળાઇ-બગ્સને સતત એક અઠવાડીયાના રિસર્ચ બાદ શોધી કાઢીને માઇક્રોસોફ્ટને મોકલી આપી હતી. બગ્સ શોધ્યા બાદ તેને દૂર કરવાની પણ જવાબદારી નિભાવી હતી. જે માટે માઇક્રોસોફ્ટે ગત વર્ષે 1000 ડોલર્સનું ઇનામ તેમજ મોસ્ટ વેલ્યુઅબલ પ્રોફેશનલ્સ એવોર્ડ પણ આપ્યો હતો. - મનન શાહ, એથીંકલ હેકર્સ અને વિશ્વના ટોપ-100 હેકર્સનો સભ્ય.
X
Vadodara Manan Shah Name included in the list of the world's top 100 hackers News
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી