વડોદરા:સાળાની પત્ની સાથે પ્રેમસંબંધમાં પતિએ પત્નીને જાહેરમાં ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સગા ભાઇની પત્ની સાથેના પતિના પ્રેમ સંબંધથી ત્રાસેલી પત્નીએ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે કરેલી ફરિયાદની અરજી પછી પણ પતિમાં કોઇ સુધારો ના થતાં આખરે મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ચોંકાવનારો આરોપ લગાવાયો હતો કે પતિએ તેને જાહેર રસ્તા પર વાળ ખેંચીને લાવ્યા બાદ ગડદાપાટુનો માર માર્યો હતો. મહિલાનો પતિ શહેરની જાણીતી હોટેલનો માલિક છે.  પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
 
શહેરના જાણીતા હોટેલ માલિકનો પત્ની પર અત્યાચાર
 
શહેરની જાણીતી હોટેલના માલિકનાં પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેનો પતિ છેલ્લાં દોઢ વર્ષથી પોતાના સગા ભાઇની પત્ની સાથે  કલાકો સુધી ફોન પર વાત કરતો હોવાનું જણાતાં પતિ અને તેની ભાભી વચ્ચે અનૈતિક સબંધ હોવાનું તેની જાણમાં આવ્યું હતું. મહિલાએ પોતાની ભાભીને સમજાવવાનો પ્રયાસ કરતાં ભાભીએ તેને અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો અને હું તારું ઘર તોડાવી તને બરબાદ કરી દઇશ તેવી ધમકી આપી હતી.
 
પરિણીતા સાથે રહેવાની ના પાડી છૂટાછેડા આપવાનું જણાવ્યું હતું
 
ભાભી ચઢમણી કરતી હોવાથી પતિએ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને મહિલાને જાહેર રસ્તા પર વાળ પકડીને ખેંચી લાવી માર માર્યો હતો. મહિલાએ આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેથી પોલીસે તેના પતિ અને સાસરિયાંને બોલાવ્યાં હતાં પણ પતિએ પરિણીતા સાથે રહેવાની ના પાડી છૂટાછેડા આપવાનું જણાવ્યું હતું. પતિ ના સુધરતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ મનિષા ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...