તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં દેશી દારૂનાં પોટલાં રસ્તા પર રઝળ્યાં, લોકોએ દારૂ લૂંટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા:શહેરના જૂની ગઢી વિસ્તારના શ્રીજી વિસર્જન ટાણે શહેર પોલીસે લોખંડી બંદોબસ્તનો દાવો કર્યો હતો તેવામાં ચહલ પહલથી ધમધમતા અમીત નગર સર્કલ પાસે દેશી શરાબના જથ્થાના ત્રણ પોટલા રસ્તા પર બીનવારસી હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
દેશી દારૂના 3 પોટલા બિનવારસી હાલતમાં મળી
એક પોટલાનો જથ્થો લોકો લૂંટી ગયા હતો.આજે રાતના લગભગ નવ વાગ્યાના સુમારે કારેલી બાગ વિસ્તારના અમીત નગર સર્કલ પાસે દેશી શરાબના ત્રણ પોટલાં બીનવારસી હાલતમાં મળી આવતાં રસ્તે થી પસાર થતાં લોકો અચરજમાં પડી ગયા હતા.હરણી રોડ થી અમીત નગર સર્કલ તરફ જતાં રસ્તાપર એક પોટલું મળી આવ્યું હતું.જયારે અમીત નગર સર્કલથી પાણીની ટાંકી તરફના રસ્તા પર બે પોટલા મળી આવ્યા હતા.
નજીકમાં જ રહેતા મીત નીરવ ભાઈ ભટ્ટ નામના યુવાને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ તુરત જ અમીત નગર સર્કલ પહોંચી હતી.પોલીસે દેશી શરાબના બે પોટલા કબજે કર્યા હતા.જયારે અન્ય એક પોટલા સુધી પોલીસ પહોંચે તે પહેલાં નજીકમા રહેતા લોકો શરાબનો જથ્થો લૂંટી ગયા હતા.કારેલીબાગ પોલીસે બીનવારસી જથ્થાનો કબજે કરી દેશી શરાબના વેપલામાં શામેલ લોકોની તપાસ હાથ ધરી છે.
રોડ પર થઇ દારૂની રેલમછેલ, લોકોએ ચલાવી ઉઘાડી લૂંટ, વાંચવા માટે ફોટો બદલો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો